આમ તો, ઘણા લોકોને ખોંચા કાઢવાની ટેવ જ હોય છે, અને જ્યારે વાત કોઇ નેતા કે રાજકારણની આવે ત્યારે હંમેશા કહેતા સંભળાય છે કે, નેતાઓ ક્યાં કામ કરે છે. પરંતુ આવું નથી ભાઇ, આપણા નેતાઓ પણ કામ કરે જ છે અને આ વાત કાલે ગાંધીનગરમાં ચાલી રહેલ વિધાનસભાનાં ચોમાસું સત્રમાં આપણા નેતાઓ દ્વારા સાબિત કરી દેવામાં આવી છે.
કાલે ગુજરાત વિધાનસભા ગૃહે નવો રેકોર્ડ રચ્યો છે. ગૃહમાં સતત 12 કલાક અને 38 મિનિટની કાર્યવાહી કરાઈ છે. જે કાર્યવાહીનો સૌથી વધુ સમયનો રેકોર્ડ છે. વિધાનસભાએ સવારે 10 વાગ્યાથી રાતે 12 વાગ્યા અને 8 મિનિટનો સુઘી સતત ધમધમતી રહી રેકોર્ડ બનાવી નાખ્યો છે અને ઐતિહાસિક ઘટનાનાં મીડિયા કર્મી અને કર્મચારીઓ પણ ભાગીદાર છે.
ગુજરાત
વિધાનસભાનાં અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે પૂર્વે સૌથી વધુ કામગીરી કરવાનો રેકોર્ડ 1993 માં નોંધવમાં આવ્યો હતો, તે આજે સુખદ રીતે તુટી ગયો છે. અને મહત્વની વાતએ પણ છે કે ઘણા વર્ષો પછી કોઈને પણ સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા.
અધ્યક્ષ દ્વારા જાહેર કરેલ માહિતી પર ગૃહમાં પાટલી થપથપાવી હર્ષથી લોકોએ આ પળને વધાવી લીધી હતી. માટે જ હવે જ્યારે સંભળાય કે નેતા ક્યાં કામ કરે છે, ત્યારે આ ત્વારીખ યાદ અપાવી કહી શકાય કે કરે છે, ભાઇ કરે છે. નેતા પણ કામ કરે જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
