Rajkot News/ 38 દિવસ પછી પણ ‘કાજુકતરી કાંડ’ની તપાસ અધૂરી! રાજકોટ મનપામાં કોણ બચી રહ્યું છે?

Rajkot Kaju Katri Scam: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચર્ચિત ‘કાજુકતરી કાંડ’માં 38 દિવસ બાદ પણ તપાસ પૂર્ણ થઈ નથી. કાજુકતરી અને ખજૂર રોલના ખર્ચને લઈને ઉઠેલા સવાલો વચ્ચે હવે તપાસમાં વિલંબને લઈને કોર્પોરેશન સામે નવા પ્રશ્નો ઊભા થયા છે.

Top Stories Gujarat Rajkot
Rajkot Kaju Katri Scam 38 દિવસ... તપાસ ક્યાં પહોંચી?

Rajkot News: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના(RMC) ચર્ચિત ‘કાજુકતરી કાંડ’ની (Rajkot Kaju Katri Scam) તપાસને લઈને ફરી સવાલો ઊભા થયા છે. બનાવને 38 દિવસ વીતી ગયા હોવા છતાં તપાસ સમિતિ કોઈ સ્પષ્ટ પરિણામ સુધી પહોંચી શકી નથી. તપાસમાં થઈ રહેલા વિલંબને લઈને હવે કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે.

Rajkot Kaju Katri Scam: રૂ.27.20 લાખના ભોજન બિલે મચાવ્યો હતો વિવાદ

આ સમગ્ર વિવાદ વોર્ડ નંબર-16ના જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલા ડિમોલિશન દરમિયાન કર્મચારીઓ અને અધિકારીઓ માટે કરવામાં આવેલી ભોજન વ્યવસ્થાના રૂ.27.20 લાખના બિલથી શરૂ થયો (Rajkot Food Bill Controversy) હતો. સ્ટેન્ડિંગ કમિટીએ બિલને મંજૂરી આપવાને બદલે વધુ તપાસ માટે પેન્ડિંગ રાખ્યું હતું.

ડિમોલિશનમાં ‘કાજુકતરી’ અને ‘ખજૂર રોલ’ કેમ?

બિલમાં કાજુકતરી, ખજૂર રોલ સહિત મોંઘી મીઠાઈઓ અને વિવિધ વાનગીઓનો સમાવેશ થતાં સભ્યો ચોંકી ઉઠ્યા હતા. સવાલ એ ઊભો થયો કે ડિમોલિશન જેવી કડક સરકારી કામગીરી દરમિયાન આટલા ખર્ચાળ ભોજનની જરૂરિયાત શું હતી? આ મુદ્દે ભાજપના કોર્પોરેટરો સહિત અનેક સભ્યોએ પણ વાંધો ઉઠાવ્યો હતો.

સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી અટકાવી

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 9 દરખાસ્તો રજૂ થઈ હતી. જેમાં એક દરખાસ્ત રદ કરવામાં આવી હતી, જ્યારે વિવાદિત ભોજન ખર્ચ સહિત બે દરખાસ્તોને વધુ તપાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી હતી. અધિકારીઓ પાસેથી ખર્ચ અંગે વિગતવાર ખુલાસો પણ માંગવામાં આવ્યો હતો.

ચેરમેને જવાબદારી કમિશનર પર ધકેલી

તપાસમાં થઈ રહેલા વિલંબ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ જણાવ્યું કે હવે તપાસને ઝડપી બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર સાથે સીધી ચર્ચા કરવામાં આવી છે. તેમણે તપાસ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હોવાનું જણાવ્યું.
જ્યારે જાહેર નાણાંના ખર્ચ પર સવાલો ઊભા થયા છે, ત્યારે 38 દિવસ પછી પણ તપાસનું કોઈ પરિણામ કેમ આવ્યું નથી? જવાબદારો સામે કાર્યવાહી થશે કે પછી આ ચર્ચિત ‘કાજુકતરી કાંડ’ પણ ફાઈલોમાં જ દબાઈ જશે? હવે સૌની નજર તપાસ સમિતિના અંતિમ અહેવાલ પર છે.


આ પણ વાંચો: રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: PGVCL MD એમ.ડી. ચુડાસમા બનશે તપાસ સમિતિના નવા અધ્યક્ષ

આ પણ વાંચો: રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન બિલ કૌભાંડ: તપાસ સમિતિની રચના બાદ ગાંધીનગર સુધી પહોંચ્યો મામલો

આ પણ વાંચો: રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન: વીડિયોગ્રાફીનું બિલ 24 લાખ રૂપિયા