Breaking News/ જામનગરમાં મકાનનો સ્લેબ ધસી પડતાં પરિવારના 3 સભ્યો ઈજાગ્રસ્ત, ફાયર ટીમે કાટમાળમાંથી બહાર કાઢ્યા

જામનગરના રાજપાર્ક વિસ્તારમાં આવેલા મકાનનો સ્લેબ (House Slab Collapse) અચાનક ધસી પડતાં એક જ પરિવારના ત્રણ સભ્યો કાટમાળ નીચે દબાયા હતા. ફાયર બ્રિગેડ અને 108ની ટીમે બચાવ કામગીરી કરીને તમામને હોસ્પિટલ ખસેડ્યા.

Top Stories Gujarat Others Breaking News
House Slab Collapse: જામનગરમાં અચાનક મકાનની છત તૂટી પડી, એક જ પરિવારના ત્રણ સભ્યો ઈજાગ્રસ્ત

Breaking News: જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં આવેલા રંગમતી પાર્કની શેરી નંબર-2માં એક મકાનનો સ્લેબ અચાનક ધસી પડતાં (House Slab Collapse) એક જ પરિવારના ત્રણ સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના સમયે પરિવાર ઘરમાં આરામ કરી રહ્યો હતો ત્યારે છતનો સ્લેબ તૂટી પડતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને 108 ઈમરજન્સી સેવા તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

House Slab Collapse
House Slab Collapse

કાટમાળ નીચે દબાયેલા પરિવારને સુરક્ષિત બહાર કાઢાયા

ફાયર વિભાગની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી કાટમાળ નીચે દબાયેલા પરિવારના ત્રણેય સભ્યોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સમયસર બચાવ કામગીરી થતાં વધુ મોટી જાનહાનિ ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

House Slab Collapse
House Slab Collapse

House Slab Collapse: ત્રણેય ઈજાગ્રસ્તોની હાલત સ્થિર

આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં 54 વર્ષીય પ્રતાપગીરી ગોસ્વામી, 47 વર્ષીય ડોલીબેન પ્રતાપગીરી ગોસ્વામી અને 24 વર્ષીય સાગર પ્રતાપગીરી ગોસ્વામીનો સમાવેશ થાય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, પ્રતાપગીરીને પ્રાથમિક સારવાર બાદ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ડોલીબેનના માથામાં ગંભીર ઈજા થતાં ટાંકા લેવામાં આવ્યા છે, જ્યારે સાગરને સામાન્ય ઈજાઓ થતાં જરૂરી સારવાર આપવામાં આવી છે.

House Slab Collapse
House Slab Collapse

સ્લેબ ધસી પડવાનું કારણ તપાસ હેઠળ

હાલ મકાનનો સ્લેબ કયા કારણોસર ધસી પડ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા પણ ઘટનાની માહિતી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી.જી. હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ, ત્રણેય ઈજાગ્રસ્તોની સ્થિતિ હાલ સ્થિર છે અને તેઓ સારવાર હેઠળ છે.


આ પણ વાંચો:સુરતમાં જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી, મેડિકલ સ્ટોરના 75 વર્ષીય માલિકનું મોત

આ પણ વાંચો:પાલડીમાં ‘વર્ધમાન ફ્લેટ’ની ગેલેરીનો સ્લેબ અચાનક તૂટી પડ્યો, સ્થાનિકોમાં ફેલાયો ભય

આ પણ વાંચો:અમદાવાદના મેમનગરમાં મકાનની ગેલેરીનો સ્લેબ તૂટી પડતા એક વ્યક્તિનું મોત