કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા દિલ્હી ખાતેનાં એક કાર્યક્રમમાં સરકારને મુક રીતે નીશાના પર લીધી હતી. સોનિયા ગાંધી દ્વારા કોથળામાં પાનસેરી વિંટીને સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીએ પોતાનાં સંબોઘનમાં કહ્યું કે, આજે આપણે જુએ છીએ અસહિષ્ણુતા, વધતી હિંસા, જૂઠ્ઠાણા અને અવૈજ્ઞાનિક વિચારોની સાથે સાથે આપણા ઇતિહાસ અને સમાજ પર એક અસ્પષ્ટ દ્રષ્ટિ લાદવામાં આવી રહી છે. આ બધું આપણા દેશના ઉદાર, બિનસાંપ્રદાયિક અને લોકશાહી પાયાનાં સિદ્વાંતોની વિરોધ છે.
Congress Interim President, Sonia Gandhi in Delhi: Today we see rising intolerance,rising violence,a skewed vision of our history&society is being imposed along with falsehood & unscientific ideas. All this is antithesis of liberal,secular & democratic foundations of our country. pic.twitter.com/1KV6sA74vP
— ANI (@ANI) October 31, 2019
કેન્દ્રની મોદી સરકાર, ભાજપ કે RSSનું નામ લીધા વિના જ સોનિયા ગાંધી દ્વારા સરકાર અને ભાજપ પર સ્પષ્ટ પ્રહારો કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે, કોંગ્રેસ દ્વારા વારંવાર મોદી સરકાર અને ભાજપ – RSS પર આર્થિક બાબતે, કોઇ એક વર્ગનાં તુષ્ટી કરણને લઇને અને ખાસ કરીને રાષ્ટ્ર ભક્તિનાં નામે લાદવામાં આવતા અનેક જુમલા મામલે પ્રહારો કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
