latest sports news/ ચેતેશ્વર પૂજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, ટીમ ઈન્ડિયાના ‘ધ વૉલ’એ તમામ ફોર્મેટ માંથી લીધી

પરંતુ, દરેક સારી વસ્તુનો અંત આવે છે, અને હું આભાર સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.”

Top Stories Trending Sports

Sports News: ભારતીય ક્રિકેટ ટીમના ‘ધ વૉલ’ તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાએ 24 ઓગસ્ટ, 2025ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. 37 વર્ષીય પૂજારાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ભારતની જર્સી પહેરી, રાષ્ટ્રગીત ગાતા અને મેદાન પર દરેક વખતે મારું શ્રેષ્ઠ આપવું, આ લાગણીને શબ્દોમાં વ્યક્ત કરવી અશક્ય છે. પરંતુ, દરેક સારી વસ્તુનો અંત આવે છે, અને હું આભાર સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.”

ચેતેશ્વર પૂજારાની કારકિર્દી

પૂજારાએ 2010માં ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરુમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 103 ટેસ્ટ મેચોમાં તેણે 44ની એવરેજથી 7,195 રન બનાવ્યા, જેમાં 19 સદી અને 35 અડધી સદી સામેલ છે. તેમનો શ્રેષ્ઠ સ્કોર 206* રહ્યો. તેણે 5 ODI મેચોમાં 51 રન બનાવ્યા, પરંતુ T20Iમાં તેમને ક્યારેય રમવાની તક મળી નહીં. પૂજારાની ધીરજભરી અને રક્ષણાત્મક બેટિંગ શૈલીએ તેને ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું મજબૂત સ્તંભ બનાવ્યું. ખાસ કરીને 2018-19ના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેણે 521 રન (1258 બોલ) ફટકારી, 3 સદી સાથે ભારતની ઐતિહાસિક શ્રેણી જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી.

પડકારો સાથે સંઘર્ષની ગાથા

સૌરાષ્ટ્રના રાજકોટમાં જન્મેલા ચેતેશ્વર પૂજારાએ નાની ઉંમરે જ ક્રિકેટમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી. Under-14માં 300 અને Under-19માં ઇંગ્લેન્ડ સામે બેવડી સદી ફટકારી હતી. જોકે, રાજકોટના ફ્લેટ ટ્રેક પર રન બનાવવા બદલ શરૂઆતમાં તેની ટીકા થતી હતી. 2016માં ઓછા સ્ટ્રાઈક રેટને કારણે ટીમમાંથી બહાર થયો, પરંતુ 2017માં 1140 રન સાથે શાનદાર વાપસી કરી હતી. 2023ના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં નબળા પ્રદર્શન બાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

નિવૃત્તિની અફવાઓ

વિરાટ કોહલી અને રોહિત શર્માની ટેસ્ટ નિવૃત્તિ બાદ 2025માં ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ચેતેશ્વર પૂજારાનું નામ ચર્ચામાં આવ્યું હતું, પરંતુ BCCIએ યુવા ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફી અને કાઉન્ટી ક્રિકેટમાં સતત રન બનાવ્યા હતા, પરંતુ 2024ની દુલીપ ટ્રોફીમાં ન પસંદ થવું અને 2025 માટે સસેક્સ સાથે કરાર ન થવાથી નિવૃત્તિની અફવા ખૂબ જોર કરી રહી હતી.

ભવિષ્યની શું પ્લાનિંગ છે

નિવૃત્તિ બાદ ચેતેશ્વર પૂજારા બ્રોડકાસ્ટિંગમાં સક્રિય થયા છે. 2025માં ઇંગ્લેન્ડ-ભારત ટેસ્ટ શ્રેણી દરમિયાન તે BBC ટેસ્ટ મેચ સ્પેશિયલના કોમેન્ટેટર તરીકે જોડાયા હતા. તેણે રવિચંદ્રન અશ્વિનને ભારતના ભાવિ કોચ તરીકે ટેકો આપ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એશિયા કપ UAEમાં 9થી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, પાકિસ્તાન સાથે ખરાબ સંબંધના કારણે ભારતમાં નહીં રમાય

આ પણ વાંચો:એશિયા કપ 2025: શું પાકિસ્તાની ટીમ એશિયા કપ 2025 રમવા ભારત આવશે? જાણો આ ટુર્નામેન્ટ ક્યારે યોજાશે?

આ પણ વાંચો:એશિયા કપ 2025 સપ્ટેમ્બરમાં શરૂ થશે! ભારત-પાકિસ્તાન અંગે પણ મોટી અપડેટ સામે આવી