Breaking News/ 10 વર્ષમાં રાજીનામું આપનારા છઠ્ઠા બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મર, જાણો હવે કોણ બનશે PM

બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે (PM Keir Starmer Resignation) વડાપ્રધાન અને લેબર પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપતા બ્રિટનની રાજનીતિમાં નવી ચર્ચા શરૂ થઈ છે.

Top Stories World Breaking News
બ્રિટનમાં રાજકીય ભૂકંપ: PM Keir Starmer Resignationએ આપ્યું રાજીનામું

Breaking News: બ્રિટનની રાજનીતિમાં મોટો વળાંક આવ્યો છે. વડાપ્રધાન કીર સ્ટાર્મરે (PM Keir Starmer Resignation) વડાપ્રધાન અને લેબર પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપતાં દેશના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર દેશને સંબોધિત કરતાં તેમણે જણાવ્યું કે પાર્ટીને હવે લાગે છે કે આગામી ચૂંટણીમાં નેતૃત્વ માટે નવી દિશાની જરૂર છે, તેથી તેઓ પદ છોડવાનો નિર્ણય લઈ રહ્યા છે.

સ્ટાર્મર (PM Keir Starmer Resignation)નું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે લેબર પાર્ટીની અંદર તેમના નેતૃત્વ સામે અસંતોષ સતત વધી રહ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાઓમાં પાર્ટીના અનેક સાંસદો અને નેતાઓએ તેમની કાર્યશૈલી અને નિર્ણયોને લઈને ખુલ્લેઆમ સવાલો ઉઠાવ્યા હતા. સ્થાનિક ચૂંટણીમાં પાર્ટીના નબળા પ્રદર્શન અને ઘટતી લોકપ્રિયતાએ પણ તેમના પર દબાણ વધાર્યું હતું.

PM Keir Starmer Resignation: નવા PM કોણ બનશે?

રાજકીય વિશ્લેષકોના મતે, એન્ડી બર્નહેમ હાલમાં નવા વડાપ્રધાન અને લેબર પાર્ટીના નેતા બનવાની રેસમાં સૌથી આગળ છે. તાજેતરમાં પેટાચૂંટણીમાં જીત મેળવી તેઓ ફરી સંસદમાં પહોંચ્યા છે અને તેમને લેબર પાર્ટીના મોટા વર્ગનું સમર્થન હોવાનું માનવામાં આવે છે. તેમના સમર્થકો લાંબા સમયથી પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તનની માંગ કરી રહ્યા હતા.

કીર સ્ટાર્મર (PM Keir Starmer Resignation) છેલ્લા દસ વર્ષમાં કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં પદ છોડનારા છઠ્ઠા બ્રિટિશ વડાપ્રધાન બન્યા છે. તેમની પહેલાં ડેવિડ કેમરન, થેરેસા મે, બોરિસ જ્હોનસન, લિઝ ટ્રસ અને ઋષિ સુનક પણ વિવિધ રાજકીય અને આર્થિક કારણોસર કાર્યકાળ દરમિયાન જ પદ છોડવા મજબૂર બન્યા હતા.

બ્રિટનમાં વડાપ્રધાન વારંવાર બદલાવાનું મુખ્ય કારણ ત્યાંની સંસદીય પદ્ધતિ માનવામાં આવે છે. દેશમાં લોકો સીધા વડાપ્રધાનને ચૂંટતા નથી, પરંતુ પાર્ટીના સાંસદો તેમના નેતાને સમર્થન આપે છે. જ્યારે પાર્ટીની અંદર સમર્થન ઘટે અથવા નેતૃત્વ અંગે અસંતોષ વધે ત્યારે નવી નેતાગીરી માટે પ્રક્રિયા શરૂ થઈ શકે છે.

સ્ટાર્મરના (PM Keir Starmer Resignation)  રાજીનામા બાદ હવે સમગ્ર વિશ્વની નજર બ્રિટનમાં નવા વડાપ્રધાનની પસંદગી પ્રક્રિયા પર છે. આગામી દિવસોમાં લેબર પાર્ટી નવા નેતાની જાહેરાત કરે તેવી શક્યતા છે, જે બ્રિટનની રાજનીતિને નવી દિશા આપી શકે છે.


આ પણ વાંચો:બ્રિટનમાં બાળ શોષણ કૌભાંડથી ખળભળાટ,પાંજરામાં કેદ છોકરીઓની હૃદયદ્રાવક કહાની

આ પણ વાંચો:ઇંધણની કટોકટી વચ્ચે બ્રિટને નિયમો હળવા કર્યા, હવે ભારત પાસેથી ખરીદશે રશિયન ઓઇલ

આ પણ વાંચો:મધ્ય પૂર્વ યુદ્ધમાં બ્રિટનની એન્ટ્રી! પરમાણુ સબમરીન તૈનાત, ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ