Kutch News: કચ્છ જિલ્લાના નખત્રાણામાં શિક્ષણ વિભાગની બેદરકારી સામે વાલીઓનો રોષ ફાટી નીકળ્યો છે. નખત્રાણા પોલીસ લાઈન પ્રાથમિક શાળા (Nakhatrana School)માં શિક્ષકોની ગંભીર અછત અને જર્જરિત મકાનના મુદ્દે સોમવારે વાલીઓએ શાળાને તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. લાંબા સમયથી રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા વાલીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
Nakhatrana School: એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી શાળા
વાલીઓના જણાવ્યા મુજબ, સમગ્ર શાળા (Nakhatrana School)માં હાલમાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. એક જ શિક્ષક તમામ ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા હોવાને કારણે બાળકોના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે ચિંતિત વાલીઓએ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
શિક્ષકોની અછત ઉપરાંત શાળા (Nakhatrana School)નું મકાન પણ અત્યંત જર્જરિત હાલતમાં હોવાનું વાલીઓએ જણાવ્યું છે. બિલ્ડિંગના ઘણા ભાગો જોખમી બની ગયા છે અને ચોમાસાની ઋતુ નજીક આવતાં બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વાલીઓનો આક્ષેપ છે કે શાળા (Nakhatrana School)ના સમારકામ અથવા નવા મકાન માટે પણ તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.
આ સમસ્યાઓના નિરાકરણ માટે વાલીઓએ શાળાને તાળાબંધી કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાના પગલે શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. વાલીઓએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી પૂરતા શિક્ષકોની નિમણૂક નહીં કરવામાં આવે અને જર્જરિત મકાનનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે.
નખત્રાણાની આ ઘટના ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ સામે લાવી છે. હવે શિક્ષણ વિભાગ આ મામલે કેટલું ઝડપથી પગલાં ભરે છે અને બાળકોને યોગ્ય શિક્ષણ તેમજ સુરક્ષિત વાતાવરણ ક્યારે ઉપલબ્ધ કરાવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
આ પણ વાંચો:રાજકોટની નવયુગ સ્કૂલના પ્રવાસ દરમિયાન 13 વર્ષીય વિદ્યાર્થીનું મોત, , બેદરકારી પર સવાલ
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝનો ધમાકેદાર ખુલાસો! આકાશ ઇન્સ્ટિટ્યૂટનું કૌભાંડ બેનકાબ
આ પણ વાંચો:એલન ઇન્સ્ટિટ્યુટના કૌભાંડને લઈને વિપક્ષના પ્રહારો
