Mantavya Exclusive/ એલન ઇન્સ્ટિટ્યુટના કૌભાંડને લઈને વિપક્ષના પ્રહારો

ગુજરાતમાં એલન ઇન્સ્ટિટ્યુટના કૌભાંડનો પર્દાફાશ મંતવ્ય ન્યૂઝે કર્યો છે. આ પર્દાફાશમાં સ્કૂલ અને એલન વચ્ચેના સાંઠગાંઠનું રહસ્યોદઘાટન થયું છે. તેમાં એડમિશન સ્કૂલમાં પણ ભણવાનું એલનમાં હોય છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: ગુજરાતમાં એલન ઇન્સ્ટિટ્યુટના કૌભાંડનો પર્દાફાશ મંતવ્ય ન્યૂઝે કર્યો છે. આ પર્દાફાશમાં સ્કૂલ અને એલન વચ્ચેના સાંઠગાંઠનું રહસ્યોદઘાટન થયું છે. તેમાં એડમિશન સ્કૂલમાં પણ ભણવાનું એલનમાં હોય છે. આ રીતે ફક્ત ગુજરાતમાં જ નહીં દેશભરમાં કેટલાય વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. આના પગલે રીતસરનો ભૂતિયા વિદ્યાર્થીઓનો રાફડો ફાટ્યો છે, આ વિદ્યાર્થીને પણ ખબર નથી તે ખરેખર ભૂતિયા વિદ્યાર્થી છે, આમ તેના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. બીજી બાજુએ શાળા અને કોચિંગ ઇન્સ્ટિટ્યુટ રૂપિયા ખંખેરી રહ્યા છે. આ કૌભાંડને લઈને કોંગ્રેસના આગેવાન હેમાંગ રાવલ અને નિકુલ પટેલે આપેલા પ્રત્યાઘાતને જાણો

મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં સ્પષ્ટ પુરાવા સામે આવ્યા છે કે આ ભૂતિયા એડમિશનના જાળમાં હજારો વિદ્યાર્થીઓ ફસાઈ ચૂક્યા છે. આ ગેરકાયદેસર સાંઠગાંઠ દ્વારા શિક્ષણ વિભાગની સિસ્ટમને અંદરથી ખોખલી કરવામાં આવી રહી છે. કાયદાને ઉલ્લંઘીને નિયમોનો દુરુપયોગ થઈ રહ્યો છે, જેની સીધી અસર બાળકોના ભવિષ્ય પર પડી રહી છે.

આ ખુલાસા બાદ વાલીઓ અને સમાજમાં આક્રોશ ફેલાયો છે. ઘણા વાલીઓએ જણાવ્યું કે તેઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મોટી રકમ ચૂકવે છે, પરંતુ બદલામાં તેમને શાળાનું શિક્ષણ મળતું નથી. આ ઉપરાંત, અન્ય સ્ટિંગ ઓપરેશનમાં પણ એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટ જેવી કોચિંગ સંસ્થાઓની સમાન પ્રકારની ગેરરીતિઓ સામે આવી છે, જે શિક્ષણના પવિત્ર વ્યવસાયને કલંકિત કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો ચોંકાવનારો કિસ્સો, CCTV એ શાળાની બેદરકારીનું સત્ય ઉજાગર કર્યું

આ પણ વાંચો:ભરૂચની મિશ્રા શાળા બંધ થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ રોષે ભરાયા

આ પણ વાંચો:ખોખરા સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં શાળાની બેદરકારી સામે ફરિયાદની તૈયારી, ક્રાઈમ બ્રાન્ચની તપાસ તેજ