Ahmedabad News/ ખોખરા સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં શાળાની બેદરકારી સામે ફરિયાદની તૈયારી, ક્રાઈમ બ્રાન્ચની તપાસ તેજ

ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક મણિનગરની સરદાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ બીજા દિવસે 20 ઓગસ્ટે સવારે તેનું મોત નીપજ્યું.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad news:અમદાવાદ (Ahmedabad) ના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે હાઈસ્કૂલમાં 19 ઓગસ્ટ, 2025ના રોજ ધોરણ-10ના એક વિદ્યાર્થી (Student) ની હત્યાની ચોંકાવનારી ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવ્યો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસને વેગ આપ્યો છે અને શાળા વહીવટની બેદરકારી સામે ફરિયાદ નોંધવા માટે કોર્ટની મંજૂરી માગી છે. આ ઘટનામાં બે સગીર આરોપીઓ (Accused) ની અટકાયત કરવામાં આવી છે, જેમાંથી એકે હત્યા માટે કટરનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ ઘટના 19 ઓગસ્ટ, મંગળવારે બની હતી, જ્યારે ધોરણ-10ના બે વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કામુક્કી જેવી નજીવી બાબતને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર કટર વડે હુમલો કર્યો, જેના કારણે ગંભીર ઈજા થઈ. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક મણિનગરની સરદાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ બીજા દિવસે 20 ઓગસ્ટે સવારે તેનું મોત નીપજ્યું.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી વિદ્યાર્થીએ એક વર્ષથી કટરને કીચેનના રૂપમાં પોતાની પાસે રાખ્યું હતું. આ હથિયારનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, હત્યામાં સહાય કરનાર બીજા સગીરની પણ અટકાયત કરવામાં આવી છે, અને તેની પૂછપરછ ચાલુ છે.

સરદાર પટેલ હોસ્પિટલના ચાર સર્જન સહિત આઠ ડોક્ટરોની ટીમે કરેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગંભીર તથ્યો સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ, મૃતકના પેટ પર બહારથી માત્ર 1.5 સેન્ટિમીટરનો ઘા દેખાતો હતો, પરંતુ સર્જરી દરમિયાન ખુલાસો થયો કે શરીરની મુખ્ય ધમની  અને મુખ્ય વેઈન કપાઈ ગઈ હતી. આના કારણે આંતરિક ઈન્ટરનલ બ્લીડિંગ થયો, જેના લીધે પેટમાં અઢી લિટર લોહી એકઠું થઈ ગયું હતું.

આ ઉપરાંત, આંતરડામાં ચાર કાણાં પડ્યા હતા અને એક જગ્યાએ આંતરડું ફાટી ગયું હતું. આ ગંભીર ઈજાઓને કારણે હૃદય, કિડની અને મગજ જેવા મહત્વના અંગોને પૂરતું લોહી ન મળ્યું, જેના પરિણામે વિદ્યાર્થી હાઈપોવોલેમિક શોકમાં જતો રહ્યો અને તેનું મૃત્યુ થયું. ડોક્ટરોએ ત્રણ કલાક સુધી વેન્ટિલેટર પર સર્જરી કરીને વિદ્યાર્થીને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વધુ પડતા આંતરિક રક્તસ્ત્રાવને કારણે તેને બચાવી શકાયો નહીં.

ઈમ બ્રાન્ચે આ કેસમાં 24 કલાકની અંદર ઝડપી તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં શાળાના પ્રિન્સિપાલ, સ્ટાફ, સિક્યોરિટી ગાર્ડ અને મૃતકના પરિવારજનો સહિત કુલ 15 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. CCTV ફૂટેજની તપાસમાં જાણવા મળ્યું છે કે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં બહારથી ચાલીને શાળામાં પ્રવેશ્યો હતો અને પગથિયાં પર બેસી ગયો હતો.

ક્રાઈમ બ્રાન્ચ હવે એ બાબતની પણ તપાસ કરી રહી છે કે વિદ્યાર્થીને હોસ્પિટલ પહોંચાડવામાં કેમ વિલંબ થયો અને શાળા પરિસરમાં લોહીના ડાઘા દૂર કરવાનો પ્રયાસ થયો હતો કે નહીં. આ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાને લઈને તણાવ : પોલીસે 500 દેખાવકારો સામે રમખાણો અને હુમલાનો ગુનો દાખલ કર્યો

આ પણ વાંચો:અમદાવાદમાં સ્કૂલમાં હત્યાના બનાવ બાદ ભુજમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે પંચ અને કડા વડે લોહિયાળ જંગ

આ પણ વાંચો:અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના કેસમાં બે FIR નોંધાઈ