#Surendranagarnews/ ચોટીલા પંથકમાં પોલીસની મોટી કાર્યવાહી, કાળાસર ગામે જુગારના અખાડા પર દરોડો

લીંબડી DySP સ્કોર્વોડની ટીમે કાળાસર ગામની સીમમાં દરોડો પાડી 26 જેટલા જુગારિયાઓને ઝડપી પાડ્યા છે.

Gujarat Top Stories Breaking News

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં ગેરકાયદેસર રીતે ચાલતા જુગારના અખાડા પર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. લીંબડી DySP સ્કોર્વોડની ટીમે કાળાસર ગામની સીમમાં દરોડો પાડી 26 જેટલા જુગારિયાઓને ઝડપી પાડ્યા છે.

પોલીસ તપાસ મુજબ, આ જુગારનો અખાડો ચંદુભાઈ ગાબુ નામના શખ્સ દ્વારા ચલાવવામાં આવતો હતો. લાંબા સમયથી ગામમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની સ્થાનિકોમાં ચર્ચા હતી, જેને પગલે પોલીસે ગુપ્ત માહિતીના આધારે  પોલીસએ યોજના બનાવીને આગળ કર્યાવાહી કરી.

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ. 14.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં રોકડ રૂપિયા, મોબાઈલ ફોન, વાહનો સહિતના સામાનનો સમાવેશ થાય છે. આ સાથે પોલીસએ તમામ 26 આરોપીઓને કાબૂમાં લઈને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[fvplayer id=”39″]

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ચોટીલા પંથકમાં ગેરકાયદેસર જુગાર જેવા ગુનાઓને એકદમ સહન નહીં કરવામાં આવે. ગામડાની સીમમાં જુગાર ચાલે તે સ્થાનિક યુવાનો માટે ખતરનાક સાબિત થઈ શકે છે અને અપરાધિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી શકે છે. તેથી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કડક હાથે દબાવી દેવામાં આવશે.

આ કાર્યવાહી બાદ આસપાસના વિસ્તારોમાં દહેશતનો માહોલ છે. પોલીસે જણાવ્યું કે આવનારા સમયમાં પણ આવા જુગારના અખાડા સામે સતત દરોડા પાડવામાં આવશે. ગામના લોકોએ પણ પોલીસની આ કામગીરીને વધાવી હતી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દૂર કરવા માટે સહયોગ આપવાની વાત કરી હતી.

આ કેસમાં ચંદુભાઈ ગાબુની ભૂમિકા અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી તેના નેટવર્ક અને આ સમગ્ર રેકેટ પાછળ બીજાં કઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તે બહાર આવી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Surendranagar News/સુરેન્દ્રનગર : જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું

આ પણ વાંચો:Surendranagar News/સુરેન્દ્રનગરના લખતર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં સાતના મોત, બે કાર ટકરાતા લાગેલી આગમાં મુસાફરો જીવતા ભુંજાયા

આ પણ વાંચો:Surendranagar News/સુરેન્દ્રનગરનાં મુળીમાં વીજળી પડતા 48 ઘેટા-બકરા મોતને ભેટ્યા