- કચ્છ ગાંધીધામ અને મુન્દ્રાના ડ્રગ્સ કેસ મામલો
- સમગ્ર ડ્રગ્સ કેસમાં કડીઓ મળી
- ગાંધીધામથી ટ્રક અમૃતસર પહોંચ્યો હતો
- ગત વર્ષે ટ્રકમાં હેરોઇનનો જથ્થો પહોંચ્યો
- મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયું હેરોઇન
- અફઘાનિસ્તાનથી આવ્યું હતુ હેરોઇન
- 3 હજાર કિલો અફઘાનિસ્તાન હેરોઇન ઝડપાયું
- 1 હજાર કિલો પંજાબના લુધિયાણાનો હોવાનો ઘટસ્ફોટ
- પંજાબ પોલીસની તપાસમાં ડ્રગ્સ કડી ખુલી
- દુબઇથી હવાલો અપાતો હોવાનો પણ ખુલાસો
કચ્છમાંથી ઝડપાયેલા મુન્દ્રા ડ્રગ્સ કેસમાં નવો ધડાકો થયો છે,મુન્દ્રા બંદરે આવેલ જથ્થામાંથી 1 હજાર કિલો ડ્રગ્સ પંજાબના લુધિયાણા જવાનું હોવાનો ઘટસ્ફોટ થયો છે.પંજાબ પોલીસની તપાસમાં ગાંધીધામથી અમૃતસર અને મુન્દ્રા સુધીની ડ્રગ્સ કડી ખુલવા પામી છે.ડ્રગ્સ કેસમાં દુબઇથી હવાલો અપાતો હોવાનો પણ ખુલાસો થયો છે.

ગત 21 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનથી ટેલ્કમ પાવડરમાં છુપાવીને ઈરાન મારફતે મુન્દ્રા આવેલા બંદરે પકડાયેલા ૩,૦૦૦ કિલો હેરોઈનમાંથી ૧૦૦૦ કિલો હેરોઈન પંજાબના લુધિયાણા આવવાનું હતું, જે સાહનેવાલ ડ્રાયપોર્ટ ખાતે કન્ટેનર દ્વારા લાવવાનું હતું. તો બાકીના એક એક હજાર કિલોને અહી થી સંભવિત રીતે ઓસ્ટ્રેલિયા અને મલેશિયા મોકલવાનું હોવાનું તપાસમાં બહાર આવ્યું હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.આ જથ્થામાંથી એક હજાર કિલો પંજાબના ઉદ્યોગપતિને મળવાનો હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો.પંજાબ પોલીસની તપાસમાં આ ખુલાસાઓ સામે આવી રહ્યા છે.
National / સામાન્ય રીક્ષા ચાલક ને IT વિભાગે પાઠવી સાડા કરોડની નોટીસ, પછી…
Technology / જો કોમ્પ્યુટર કાચબાની જેમ ચાલતું હોય તો ગભરાશો નહીં, આ રીતે સ્પીડ વધારો
Tips / જો તમે કાર ચલાવવાનું શીખી રહ્યા છો, તો આ બાબતો ધ્યાનમાં રાખો
