Gujarat Weather News: ગુજરાતમાં ગઈકાલે બપોર બાદ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવતાં કરા સાથે વરસાદ પડ્યો હતો. રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે. જેમાં હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અણધાર્યા વરસાદથી અમરેલી, જૂનાગઢ, સુરત, હિંમતનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, આણંદ સહિત રાજ્યના અનેક જીલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મોટાભાગના શહેરોમાં વરસાદ પડવાનું અનુમાન કરવામાં આવ્યું છે. વરસાદને પગલે કેટલાય જીલ્લાઓમાં, વીજળી ગૂલ થઈ હતી. વંટોળથી વૃક્ષો ધરાશાઈ થયા હતા. ધૂળની ડમરીઓ ઉડતાં શહેરોમાં વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે તકલીફ પડી હતી.
રાજ્ય સરકારે હવામાન વિભાગની આગાહીને પગલે વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. કમોસમી વરસાદ પડતાં પાકે નુકશાનથી બચાવવા ખેડૂતોને પાક અને ખેતરમાં કાપણી કરેલા પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવા તાકીદ કરાઈ છે. આ વરસાદને પ્રિ-મોન્સૂન ગણાય છે, તેથી આ વર્ષે ચોમાસુ વહેલું આવે તેવી સંભાવના છે.
આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત
આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે
આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત
