Rajkot News/ રાજકોટમાં લુખ્ખા તત્વએ મહિલા કોન્સ્ટેબલને આપી ધમકી! ‘…છરીના ઘા ઝીંકી દઈશ’

મહિલા હેડ કોન્સ્ટેબલે તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ઘટના જણાવી હતી.

Gujarat Top Stories Rajkot Breaking News

Rajkot News: રાજ્યમાં અસામાજિક તત્વોથી ફક્ત નાગરિકો જ નહીં પોલીસ (Police) પણ સુરક્ષિત રહી નથી. ગુંદાવાડી પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલ(Woman Constable)ને ગુંડાએ ધાકધમકી આપી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સાથે ગેરવર્તણૂક (Misbehavior) કરતા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

રાજકોટ શહેરમાં ગુંદાવાડી પોલીસ (Gundavadi Police Station) સ્ટેશનમાં અસામાજિક તત્વએ આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુંદાવાડી પોલીસ સ્ટેશનમાં લુખ્ખા તત્વએ મહિલા હેડ કોન્સ્ટેબલ તોરલ જોશીને ધમકી આપતા કહ્યું કે, હું થોરાળાનો ડોન છું, જો તું પોલીસ સ્ટેશનની બહાર નીકળીશ તો તને છરીથી ઘા ઝીંકી દઈશ. બાદમાં તેણે PCR ઇન્ચાર્જનું ગળું પકડી તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

મહિલા હેડ કોન્સ્ટેબલે તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ઘટના જણાવી હતી. પોલીસનો કાફલો તુરંત પોલીસ ચોકી પર પહોંચ્યો હતો. તેમજ મહિલા હેડ કોન્સ્ટેબલે સમગ્ર મામલા અંગે ડિવિઝનલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી ગૌરવ ખીમસુરિયાની ધરપકડ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અસામાજિક તત્વોના વાયરલ વીડિયોના મામલે બે પોલીસ કર્મીઓ સસ્પેન્ડ

આ પણ વાંચો:જૂનાગઢમાં અસામાજિક તત્વો બન્યા બેફામ

આ પણ વાંચો:અમદાવાદના નિકોલમાં ગરબામાં ગુંડાગીરી, અસામાજિક તત્વોનો આતંક