New delhi News : કોંગ્રેસ છેલ્લા 10 વર્ષતી સત્તાની બહાર છે. અને હવે ઈચ્છે છે કે કોઈપ રીતે સરકારનો હિસ્સો બને અને ભાજપને દૂર કરવામાં આવે. દરમિયાન સમગ્ર દેશની નજર નિતીશ કુમાર અને આંધ્રપ્રદેશમાં જીતેલા ચંદ્રબાબુ નાયડુ પર ટકી છે.લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાં કોઈ પક્ષને બહુમત મળ્યો નથી. ભાજપ સૌથી વધુ 240 બેઠકો સાથે સૌથા મોટી પાર્ટી છે. પરંતુ બહુમતથી 32 સીટો દૂર છે. એ જ કારણ છે કે પરિણામ આવ્યા બાદથી જ સસ્પેન્સ બનેલું છે અને સરકાર બનાવવા માટે રસાકસી જામી છે. ઈન્ડિયા અલાયન્સના તેજસ્વી યાદવ અને પવન ખેડા જેવા નેતાઓનું રકહેવું છે કે ભાજપને બહુમત મળ્યો નથી અને અમે સરકાર બનાવવા માટે કોઈ પણ હદે જઈશું. કોંગ્રેસ છેલ્લા દસ વર્ષતી સત્તાની બહાર છે અને હવે ઈચ્છે છે કે કોઈપણ રીતે સરકારનો હિસ્સો બને અને ભાજપને બહાર કરવામાં આવે.
નિતીશ કુમાર અને ચંદ્ર્બાબુ નાયડુ પર નજર હોવાનું કારણ નિતીશ કુમાર પહેલા પણ કેટલીય વાર અહીં તહી જઈ ચુક્યા છે. બુધવારે સવારે પટનાથી દિલ્હી આઈ વિસ્ટારાની ફ્લાઈટમાં જ્યારે નિતીશ કુમાર અને તેજસ્વી યાદવ આગળ પાછળની સીટ પર જોવા મળ્યા ત્યારબાદ જેને કારણે કસ્ણકશ વધી ગઈ હતી. દરેકની નજર સીટ સમીકરણ પર છે કે નિતીશ કુમાર જો એનડીએને બદલે ઈન્ડીયા અલાયન્સ સાથે જતા રહ્યા તો મોદી સરકારનું શું થશે. નિતીશ કુમાર 12 સીટ લાવીને એનડીએની મહત્વની કડી બની ગયા છે, પરતું તો તે પલટાઈ ગયા તો ઈન્ડિયા અલાયન્સ સરકાર બનાવવા માટે 272 વાળા જાદુઈ આંકડા સુધી નહી પહોંચી શકે.
હવે તેને કારણે એનડીએને થયેલા નુકશાનની વાત કરીએ તો તેને નિતીશના જવાથી ઝટકો જરૂર લાગશે પરંતુ કેટલાય અન્ય સહયોગીઓના ભરોસે તે સત્તામાં આવી શકે છે. ભાજપને 240 સીટો મળી છે અને ચંદ્રાબાબુની 16 સીટો છે. બન્નેને ભેગા કરીએ તો આંકડો 256 થઈ જાય છે. ત્યારબાદ એકનાથ શિંદેની સિવસેના પાસે 7 સાંસદ છે. આ રીતે આંકડો 263 થી જાય છે. ઉપરાંત પોતાને મોદીના હનુમાન કહેનારા ચિરાગ પાસવાન પાસે પાંચ સાંસદ છે.
તો આ આંકડો 286 થઈ જાય છે. આંદ્રની જનસેના પાસે 2 અને જયંત ચૌધરીની આરએલડી પાસે પણ બે સીટ છે. અપના દલ અને અજીત પવારની પણ એક એક સીટ છે. આ સીટોને ભેગી કરીએ તો 274નો આંકડો થઈ જાય છે. આ પાર્ટીઓ સિવાય પંજાબમાં ભાજપની સહયોગી રહેલી અકાલી દળ પણ એક સીટ જીતી છે. ભાજપ જો પ્રયાસ કરે તો તેનો સાથ મળી શકે છ. જીતનરામ માઝીની પાર્ટી એચએએમ અને આસામમાં ભાજપની સહયોગી આસામ ગણ પરિષદ પણ એક સીટ જીતી છે. આ તમામનો સાથ મળે તો પછી એનડીએ કુલ 277 સીટ સાથે સરળતાથી સરકાર બનાવી શકે છે.
આ પણ વાંચો: 8 જૂને થઇ શકે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ, મોદી ત્રીજી વખત બનશે PM
આ પણ વાંચો:નાયડુએ કહ્યું- નિશ્ચિંત રહો, નીતિશે કહ્યું, સરકાર ચોક્કસ બનશે
આ પણ વાંચો: આજે NDA અને INDIAની બેઠક, એક જ ફ્લાઈટમાં નીતીશ-તેજશ્વી, જુઓ ફોટો
