કાર્યવાહી/ મોરબીમાં કાયદાનું બેફામ ઉલ્લંઘન કરતા બે ઇસમોને પાસા હેઠળ ધકેલાયા

  મોરબીમાં ભારે ઉધમ મચાવીને કાયદાનું બેફામ ઉલ્લંઘન કરનારા બે ઇસમોને પાસા હેઠળ કાર્યવાહી કરીને પોલીસે બંને ઇસમોને જેલ હવાલે મોકલી દીધા છે. બને ઈસમોએ મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે આંતક મચાવ્યો હતો અને બંનેની ગુનાખોરીના કારણે લોકો પણ કંટાળી ગયા હતા. જેથી પોલીસે બંને ઇસમોને કાયદાનું ભાન કરાવવા માટે પાસા હેઠળ કાર્યવાહી કરી […]

Gujarat

 

મોરબીમાં ભારે ઉધમ મચાવીને કાયદાનું બેફામ ઉલ્લંઘન કરનારા બે ઇસમોને પાસા હેઠળ કાર્યવાહી કરીને પોલીસે બંને ઇસમોને જેલ હવાલે મોકલી દીધા છે. બને ઈસમોએ મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે આંતક મચાવ્યો હતો અને બંનેની ગુનાખોરીના કારણે લોકો પણ કંટાળી ગયા હતા. જેથી પોલીસે બંને ઇસમોને કાયદાનું ભાન કરાવવા માટે પાસા હેઠળ કાર્યવાહી કરી છે.

 

મોરબી તાલુકા વિસ્તારના બે માથાભારે ઈસમોને મોરબી તાલુકા પોલીસે પાસા તળે ડીટેઈન કરીને એકને વડોદરા જયારે એકને સુરત જેલ ધકેલ્યો છે

મોરબી તાલુકા પીઆઈ એમ આર ગોઢાંણીયા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોરી, લૂંટ, ઘરફોડ જેવા ગુન્હામાં સંડોવાયેલ માથાભારે ઈસમો વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા બે ઈસમો વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હોય જેથી સામાવાળા સતીષ રમેશ ડેડવાણીયા રહે વિસીપરા મોરબીને સુરત લાજપોર મધ્યસ્થ જેલ અને સુલતાન સલેમાન ઉર્ફે સરમણ સુમરા રહે વિસીપરા મોરબી વાળાને વડોદરા મધ્યસ્થ જેલ ધકેલવામાં આવ્યા છે