Gujarat Local Body Election 2026/ નવસારી વોર્ડ-12માં રહીશોનો ‘નો વોટ’નો નારો

નવસારી વોર્ડ-13ની ગૃહિણીઓએ હલ્લાબોલ કરતાં જણાવ્યું હતું કે કામ નહીં થાય તો વોટ પણ નહીં મળે. પાણી ભરાવવા, ગટર અને પાણીનીની સમસ્યાથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે.

Top Stories Gujarat Others Breaking News

Navsari  News:  કહેવત છે કે હાથના કર્યા હૈયે વાગ્યા, પરંતુ રાજકારણમાં આ કહેવત ઊંધી રીતે લાગુ પડે છે. રાજકારણીઓ જે પણ વચનો આપ્યા હોય અને તે કામ ન કરે તો તે તેમને ચૂંટણીમાં બરોબરનું વાગે છે. આમ અહીં ન કરેલા કામ ચૂંટણીમાં વાગે છે. આવું જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના પડઘમ વાગી રહ્યા છે ત્યાં નવસારીમાં થયું છે. નવસારીમાં વોર્ડ-12માં રહીશોએ નો વોટનો નારો લગાવ્યો છે. શાસક પક્ષ લાંબા સમયથી સગવડ પૂરી પાડવામાં નિષ્ફળ રહેતા મહિલાઓએ ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યુ છે.

નવસારી વોર્ડ-13ની ગૃહિણીઓએ હલ્લાબોલ કરતાં જણાવ્યું હતું કે કામ નહીં થાય તો વોટ પણ નહીં મળે. પાણી ભરાવવા, ગટર અને પાણીનીની સમસ્યાથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. તેને લગતી વારંવાર રજૂઆતો કરવામાં આવી વર્ષો સુધી રજૂઆત કરવામાં આવી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. આ રીતે કોઈ ઉકેલ આવ્યો ન હોવા છતાં રાજકારણીઓ કયા મોઢે મત માંગવા આવે છે એમ તેમનું કહેવું છે.

આ ઉપરાંત 12-12 વર્ષથી પેવર બ્લોકનું કામ અધૂરુ છે. એક કામ ઢંગનું પૂરુ કરી શકતા નથી અને વોટ પૂરા જોઈએ છે તેનો ક્યાંથી મેળ પડે. તેથી વોર્ડ નંબર-12ની મહિલાઓએ જણાવ્યું છે કે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોટિંગ જ નહીં કરીએ તેમ મહિલાઓએ જણાવી દીધું છે. આના પગલે શાસક પક્ષમાં પણ દોડધામ મચી ગઈ છે. લોકોને વોટિંગ માટે મનાવવાના પ્રયત્નો ચાલુ કરી દેવાયા છે. આગામી દિવસમાં વરિષ્ઠ નેતાઓ પણ નારાજ લોકોને મનાવવા માટે મેદાનમાં ઉતરશે તો આશ્ચર્ય નહીં લાગે.


આ પણ વાંચો: સુરતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હોબાળો

આ પણ વાંચો: સુરત વોર્ડ-3માં ભાજપના ઉમેદવારોનો ઉગ્ર વિરોધ

આ પણ વાંચો: પાલનપુરમાં કોંગ્રેસના ગઢમાં કોંગ્રેસનો જ વિરોધ