Ahmedabad News : અમદાવાદના નિકોલ વિસ્તારમાંબનેલી એક કરૂણ ઘટનામાં વિજ કરંટ લાગતા 16 વર્ષના કિશોરનું મોત નીપજ્યુ હતું. આ બનાવની વિગત મુજબ નિકોલ કઠવાડા રોડ પર દાસ્તાન સર્કલ પાસે રહેતા સુરેશભાઈનો પુત્ર લારી પર લાઈટ કરવા માટે લારીમાં પડેલું ઈન્વર્ટર ચાર્જ કરવા ગયો હતો. તે સમયે તેણે સ્વીચ ચાલુ કરતા તેને જોરદાર વિજ કરંટ લાગ્યો હતો.
સારવાર અર્થે તેને શેલ્બી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં મોડી રાતથી વરસાદી વાતાવરણ,શહેરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ
આ પણ વાંચો:અમદાવાદમાં આપઘાત કરનાર વ્યક્તિ કેહતી હતી આના કરતા મરી જવું સારૂ, બિમારીથી કંટાળ્યા હતા
આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની નંબર પ્લેટ વગરના વાહન અંગે ઝુંબેશ

