ChhotaUdepur News/ માનવતા મરી પરવારી! નસવાડીમાં માનસિક અસ્વસ્થ યુવતી પર દુષ્કર્મ, ડુંગરાળ વિસ્તારમાં નિર્વસ્ત્ર હાલતમાં મળી

Chhotaudepurના નસવાડીમાં માનસિક રીતે અસ્વસ્થ યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગંભીર હાલતમાં યુવતી વડોદરા સારવાર હેઠળ છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Others

Chhotaudepur Naswadi Rape Case: ગુજરાતમાં મહિલા સુરક્ષાના દાવાઓ વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પંથકમાંથી એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક માનસિક રીતે અસ્વસ્થ આદિવાસી યુવતીને હવસખોરોએ પોતાની હવસનો શિકાર બનાવી છે. ડુંગરાળ વિસ્તારમાંથી અત્યંત ગંભીર અને નિર્વસ્ત્ર હાલતમાં મળી આવેલી યુવતી હાલ જિંદગી અને મરણ વચ્ચે વડોદરાની હોસ્પિટલમાં ઝઝૂમી રહી છે.

પોતાની જ સગી બહેનને આ હાલતમાં જોઈ સરપંચ ધ્રૂજી ઉઠ્યા

ઘટનાની વિગતો મુજબ, નસવાડી તાલુકાના એક અંતરિયાળ ગામના ડુંગરાળ વિસ્તારમાં એક યુવતી બેભાન હાલતમાં પડી હોવાની જાણ ગામના મહિલા સરપંચ અને તેમના પતિને થઈ હતી. ગ્રામજનો સાથે જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે દ્રશ્યો જોઈને સૌના કાળજા કંપી ઉઠ્યા હતા. પીડિત યુવતી નિર્વસ્ત્ર હાલતમાં પાણી માટે તરફડિયાં મારી રહી હતી. આઘાતજનક વાત એ હતી કે, આ પીડિતા બીજું કોઈ નહીં પણ મહિલા સરપંચની જ સગી બહેન હતી.

શરીર પર ગંભીર ઈજાઓ, સ્થિતિ નાજુક

નરપિશાચોએ યુવતી પર એવી હેવાનિયત ગુજારી હતી કે તેના શરીર પર ઠેર-ઠેર ઈજાના નિશાન હતા. તેને તાત્કાલિક નસવાડી સિવિલ અને ત્યારબાદ રાજપીપળા ખસેડવામાં આવી હતી. જોકે, આંતરિક ઈજાઓ અને હાલત વધુ નાજુક જણાતા તેને તાત્કાલિક વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.

Chhotaudepur : સામૂહિક દુષ્કર્મની આશંકા, એકની ધરપકડ

પીડિતાના ભાઈએ પોલીસ સમક્ષ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેની બહેન પર એકથી વધુ વ્યક્તિઓએ સામૂહિક દુષ્કર્મ (Gang Rape) ગુજાર્યું છે. નસવાડી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અત્યાર સુધીમાં એક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ માટે પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે.

જનતાનો આક્રોશ, પોલીસ સ્ટેશનનો ઘેરાવો

આ ઘટનાને પગલે સમગ્ર આદિવાસી પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ નસવાડી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. ન્યાયની માંગ સાથે લોકોએ પોલીસ મથકના પટાંગણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગ કરી હતી કે હેવાનોને એવી સજા મળે કે ફરી કોઈ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે. પોલીસે આ મામલે નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે.


આ પણ વાંચો:ગ્રીસમાં વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, બે પાયલોટના મોત

આ પણ વાંચો:ગ્રીસમાં ભયાનક રેલ અકસ્માતઃ 32ના મોત, 100થી વધુ ઘાયલ

આ પણ વાંચો:ગ્રીસમાં બોટ ઊંધી વળતા 300 પાક માઇગ્રન્ટ્સના