બહુચર્ચિત કેરળ નન રેપ કેસમાં ફંસાયેલા બિશપ ફ્રાન્કો મુલક્કલ વિરુદ્ધ નિવેદન આપનારા ફાધર કુરીયકોસે કટ્ટુથરાનું સોમવારે શબ મળી આવ્યું હતું. 60 વર્ષીય કુરીયકોસે આજે સવારે જલંધરના ભોગપૂર વિસ્તારમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.
આ મામલાની તપાસ કરી રહેલા ડીએસપી એઆર શર્માએ કહ્યું કે, ફાધરના શરીર પર કોઈ નિશાન નથી. ફાધરે ઉલ્ટી કરી હતી. ઘટનાસ્થળ પરથી બ્લડ પ્રેશરની ટેબ્લેટ મળી આવી છે. એમને કોઈ સુરક્ષા આપવામાં આવી નહતી. હાલ, તપાસ ચાલુ છે.
He used to live at St. Paul's Church in Dasuya. He was found dead there. He was 62. The matter will be investigated. I have been informed that no injuries have been found: AR Sharma, DSP Dasuya, on Father Kuriakose Kattuthara, witness in Kerala nun rape case, found dead pic.twitter.com/jQcMPqlEkf
— ANI (@ANI) October 22, 2018
કેરળની નન સાથે રેપ કેસમાં ફંસાયેલા ફ્રાન્કો મુલક્કલને ભારે દબાણ બાદ રાજીનામું આપવું પડ્યું હતું. એમની વિરુદ્ધ કુરીયકોસે નિવેદન હતું.
કુરીયકોસેના ભાઈએ કહ્યું કે, એમના ભાઈની હત્યા કરવામાં આવી છે. એમને છેલ્લા કેટલાક સમયથી ધમકીઓ મળી રહી હતી. એમણે કહ્યું કે તેઓ અલ્પપે પહોંચીને ફરિયાદ દાખલ કરશે. ત્યારબાદ તેઓ જલંધર જઈને ત્યાં પણ ફરિયાદ દાખલ કરશે.

જણાવી દઈએ કે, કેરળની નને ફ્રાન્કો મુલક્કલ પર 2014થી 2016 વચ્ચે વારંવાર રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે બિશપની સપ્ટેમ્બરમાં ધરપકડ કરવામાં આવી હતી.
