Dahod News/ દાહોદમા બુટલેગરો બન્યા બેફામ,પોલીસ પર કર્યો હુમલો

ગુજરાતમાં દારૂની હેરાફેરી કરનારાઓ દ્વારા પોલીસ પર હુમલા જારી છે. ત્યારે  ફરી એકવાર દારૂની હેરાફેરી કરનારાઓ દ્વારા પોલીસ પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે.

Top Stories Gujarat Breaking News

ગુજરાતમાં દારૂની હેરાફેરી કરનારાઓ દ્વારા પોલીસ પર હુમલા જારી છે. ત્યારે  ફરી એકવાર દારૂની હેરાફેરી કરનારાઓ દ્વારા પોલીસ પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. દાહોદ જિલ્લામાં દારૂની હેરાફેરી કરનારાઓ બેફામ બની રહ્યા છે. દારૂના ધંધાર્થીઓને પોલીસનો કોઈ ડર હોય તેમ જણાતું નથી. ત્યારે ધાનપુર પોલીસ ને મળી બાતમી મળી હતી કે કંજેટા ગામ બાજુથી બુટલેગર દારૂ લઈને નીકળવાનો છે. આ બાતમી મળતાજ પોલીસ સતર્ક થઇ ગઈ હતી અને પોલીસે બાતમી ના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન દાહોદના બુટલેગર ને પકડવા ગયેલી પોલીસ પર થયો હુમલો થયો હતો. જ્યાં બુટલેગરે પત્થર મારો કરતા એક પોલીસકર્મી ઇજાગ્રસ્તઇજાગ્રસ્ત થયો હતો. માહિતી અનુસાર પોલીસ જવાનને દાહોદ દવાખાને ખસેડવામાં આવ્યો છે. તેમજ હાલ પોલીસે ફરાર બુટલેગર ને ઝડપી પાડવા કોમ્બિંગ હાથ ધર્યું છે.

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી કરનારાઓ ખુલ્લેઆમ તેનું વેચાણ કરતા જોવા મળે છે. ત્યારે થોડા સમય પહેલા પણ આવીજ એક ઘટના બની હતી જ્યાં અમદાવાદ-રાજકોટ હાઇવે પર બાવળા-ધેધલ ચોકડી પાસે એસિડ ટેન્કરની અંદરના ખાડામાંથી રૂ. 25.50 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) જપ્ત કર્યો હતો. આમ અમદાવાદમાં હવે ટેન્કરોની અંદર દારૂની હેરાફેરી થવા લાગી છે.

બાવળાના પોલીસ કોન્સ્ટેબલ મેરુભા ડોડિયાએ તેમની એફઆઈઆરમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)ના એક પોલીસકર્મીએ તેમને દારૂ લઈ જતી ટ્રક વિશે સૂચના આપી હતી. બાવળા પોલીસે પાછળથી અટકાવીને ટેન્કરની તપાસ કરી હતી. ટેન્કરના ડ્રાઈવર તથા ઉદયપુરના રહેવાસી 34 વર્ષના ચાંદમલ મેનાની ધરપકડ કરવામાં આવી હતી.ગુજરાતમાં દારૂબંધીની માત્ર મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક જગ્યાએ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે. ગુજરાત પોલીસ કાર્યવાહી કરે છે અને દારૂના દાણચોરોની ધરપકડ કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મિલકતના વેચાણ પર નવી અને જૂની ટેક્સ સિસ્ટમનો વિકલ્પ, નાણામંત્રી આજે સંસદમાં બિલ રજૂ કરશે

આ પણ વાંચો: વાયનાડના ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 413, PM મોદી પ્રભાવિત વિસ્તારની લેશે મુલાકાત

આ પણ વાંચો: ‘વિનેશ ફોગટને સિલ્વર મેડલ વિજેતાને અપાતી તમામ સુવિધા અપાશે’ હરિયાણાના મુખ્યમંત્રીએ કરી જાહેરાત