Surendranagar News: સુરેન્દ્રનગરમાં સાયલા તાલુકામાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. સુરેન્દ્રનગરના સાયલાના ધારા-ડુંગળી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીના આગેવાન સહિત સંખ્યાબંધ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. તેના કારણે સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીને ચૂંટણી પહેલાં જ મોટો આંચકો લાગ્યો છે. ભાજપના કિરીટસિંહ રાણાના હસ્તે તેમણે વિધિવત સભ્યપદ ગ્રહણ કર્યુ હતુ. આમ સુરેન્દ્રનગર સાયલા તાલુકામાં આમ આદમી પાર્ટીમાં કાર્યકરોએ પક્ષપલટો કર્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ તેના પછી આ વખતે રાજ્યમાં લગભગ ચાર દાયકા પછી ત્રિપાંખિયો જંગ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હાલમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંયુક્ત રીતે નહીં પણ અલગ-અલગ રીતે લડી રહ્યા છે. આના કારણે તેમની તાકાત અડધી થઈ ગઈ છે. તેથી આ વખતની ચૂંટણીમાં દ્વિપક્ષીય નહીં પણ ત્રિપાંખિયો જંગ છે. આ ત્રિપાંખિયા જંગના કારણે શાસક પક્ષને સીધો ફાયદો થાય તેમ માનવામાં આવે છે.
આમ છતાં આશ્ચર્યની વાત એ છે કે વિપક્ષમાં પણ ટિકિટ વહેંચણીને લઈને જબરદસ્ત અસંતોષ જોવા મળી રહ્યો છે. ટિકિટની આશાએ પક્ષમાં આવેલા અને મહેનત કરનારા રાજકીય આગેવાનો ટિકિટ ન મળવાથી નિરાશ થઈ જાય છે અને પછી બીજે સારી ઓફર મળતાં ત્યાં જતા રહે છે. તેઓ ત્યાં પણ ભવિષ્યમાં તેમને ટિકિટ મળશે તે જ આશાએ જાય છે, પરંતુ તેમા બહુ ઓછાને સફળતા મળે છે. આમ રાજકીય પક્ષોમાં ચૂંટણી સમયે અવિરત ધોરણે આયારામ-ગયારામ ચાલે છે.
આ પણ વાંચો: સુરતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હોબાળો
આ પણ વાંચો: સુરત વોર્ડ-3માં ભાજપના ઉમેદવારોનો ઉગ્ર વિરોધ
આ પણ વાંચો: પાલનપુરમાં કોંગ્રેસના ગઢમાં કોંગ્રેસનો જ વિરોધ
