Gandhinagar News: ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં બાંધકામ સાઇટ પર સ્લેબ ધરાશાયી (Gandhinagar Kudasan Slab Collapse) થવાની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. દુર્ઘટનાને પગલે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટનાની ટેકનિકલ તપાસ માટે એન્જિનિયરોની વિશેષ ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે અને સમગ્ર બાંધકામ સાઇટનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ શરૂ કર્યું છે.
Gandhinagar Kudasan Slab Collapse: 12 દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અપાઈ
મળતી માહિતી મુજબ, ઘટના બાદ રાત્રે આશરે 10 વાગ્યાથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લાવવાની શરૂઆત થઈ હતી. કુલ 12 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સદનસીબે એક પણ દર્દીને ગંભીર પ્રકારની ઈજા થઈ નથી. હોસ્પિટલમાં દાખલ 12 દર્દીઓમાંથી 4 દર્દીઓને ICUમાં અને 8 દર્દીઓને જનરલ વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી.
આ પૈકી 3 દર્દીઓને રાત્રે જ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે અન્ય સામાન્ય ઈજા પામેલા દર્દીઓને પણ સારવાર બાદ આજે સાંજ સુધીમાં રજા આપવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તમામ દર્દીઓની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.
Gandhinagar Kudasan Slab Collapse: ઘટના સ્થળે પહોંચ્યા મંત્રી કાંતિ અમૃતિયા
કુડાસણ ખાતે બનેલી ઘટનાની જાણ થતાં ભાજપના ધારાસભ્ય અને મંત્રી કાંતિ અમૃતિયાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ તેમણે દુર્ઘટનાના સંભવિત કારણ અંગે પ્રાથમિક માહિતી આપી હતી. મંત્રી કાંતિ અમૃતિયાના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટનામાં બિલ્ડરનો કોઈ વાંક હોવાનું જણાતું નથી. તેમના જણાવ્યા મુજબ દુર્ઘટના કોઈ આધુનિક મશીનરીમાં ખામી સર્જાવાને કારણે નહીં પરંતુ સાઇટ પરની વ્યવસ્થાની ખામીના કારણે સર્જાઈ હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. જોકે, દુર્ઘટનાનું ચોક્કસ કારણ ટેકનિકલ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
Gandhinagar Kudasan Slab Collapse: પીડિત પરિવારોને મદદની ખાતરી
મંત્રીના જણાવ્યા પ્રમાણે, બિલ્ડર દ્વારા દુર્ઘટનામાં અસરગ્રસ્ત થયેલા પરિવારજનોને તમામ પ્રકારની જરૂરી મદદ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે. હાલ તંત્ર અને સંબંધિત ટીમો દ્વારા સમગ્ર ઘટનાની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.
Gandhinagar Kudasan Slab Collapse: એન્જિનિયરોની વિશેષ ટીમે શરૂ કરી તપાસ
સ્લેબ ધરાશાયી (Gandhinagar Kudasan Slab Collapse) થવાની ઘટના બાદ બાંધકામ સ્થળે એન્જિનિયરોની વિશેષ ટીમો પહોંચી છે. ટીમ દ્વારા ઘટનાસ્થળના વિવિધ ભાગોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન બાંધકામમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા, સ્લેબની સ્થિતિ અને માળખાકીય વ્યવસ્થા સહિતના વિવિધ પાસાં ચકાસવામાં આવી રહ્યા છે. ટેકનિકલ ટીમ દ્વારા દુર્ઘટના કયા કારણોસર સર્જાઈ અને બાંધકામ દરમિયાન કોઈ પ્રકારની ક્ષતિ રહી હતી કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
Gandhinagar Kudasan Slab Collapse: ટેકનિકલ તપાસ બાદ સાચું કારણ સામે આવશે
હાલ મંત્રી દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક નિવેદન અને ઘટનાસ્થળે ચાલી રહેલી ટેકનિકલ તપાસ વચ્ચે સત્તાવાર અહેવાલની રાહ જોવામાં આવી રહી છે. એન્જિનિયરોની તપાસ પૂર્ણ થયા બાદ સ્લેબ ધરાશાયી (Gandhinagar Kudasan Slab Collapse) થવાનું ચોક્કસ કારણ વધુ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:ગાંધીનગર કુડાસણમાં ક્રેન ધરાશાયી, 10થી 15 શ્રમિકો દબાયાની આશંકા
આ પણ વાંચો:પોરબંદરમાં જૂના મકાનનો સ્લેબ ધરાશાયી, પરિવારનો બચાવ; તંત્ર સામે બેદરકારીનો આક્ષેપ
આ પણ વાંચો:સુરતમાં જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી, મેડિકલ સ્ટોરના 75 વર્ષીય માલિકનું મોત
