Porbandar News: શહેરમાં મોડી રાત્રે એક જૂના અને જર્જરિત મકાનનો સ્લેબ અચાનક ધરાશાયી (Porbandar House Slab Collapse) થતાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના સમયે પરિવારજનો ઘરમાં સૂઈ રહ્યા હતા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે, સ્લેબ તૂટી પડવાથી ઘરવખરી અને અન્ય સામાનને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

Porbandar House Slab Collapse: મોડી રાત્રે અચાનક ધરાશાયી થયો સ્લેબ
મળતી માહિતી મુજબ, પોરબંદરમાં રાત્રિના આશરે 2:00થી 2:30 વાગ્યાના સમયગાળા દરમિયાન જૂના મકાનના પાછળના ભાગમાં આવેલો સળી ગયેલો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. ઘટના સમયે પરિવારજનો ઊંઘમાં હતા. સ્લેબ ધરાશાયી (Porbandar House Slab Collapse) થતાં અચાનક મોટો અવાજ થયો હતો અને પરિવારજનોમાં ગભરાટ ફેલાયો હતો. સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા થઈ નહોતી. જોકે, સ્લેબના કાટમાળથી ઘરમાં રાખેલા સામાન અને ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.

અન્ય ભાગની છત પણ જોખમી
પરિવારના જણાવ્યા મુજબ, મકાનનો માત્ર એક ભાગ જ નહીં પરંતુ અન્ય ભાગ પણ જર્જરિત સ્થિતિમાં છે. સ્થાનિક રહીશ ઉપેનભાઈના જણાવ્યા પ્રમાણે, રસોડા તેમજ સૂવા-બેસવાના રૂમની નળિયાવાળી છતમાં પણ 7થી 8 જેટલા ભાગમાં તિરાડો અને નુકસાન થયું છે. આ સ્થિતિને કારણે છત ગમે ત્યારે ધરાશાયી (Porbandar House Slab Collapse) થવાની ભીતિ પરિવારજનોમાં જોવા મળી રહી છે.

અનેક રજૂઆતો છતાં કાર્યવાહી નહીં થયાનો આક્ષેપ
મકાનમાલિકે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જર્જરિત મકાનના સમારકામ માટે અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં, તંત્ર તરફથી ‘ઉપર દરખાસ્ત મૂકી છે’ જેવા જવાબો આપવામાં આવતા હોવાનો આક્ષેપ છે. પરિવારજનોનો દાવો છે કે સમયસર કામગીરી કરવામાં આવી હોત તો હાલની જોખમી સ્થિતિ ટાળી શકાય તેમ હતી.
જાનહાનિ પહેલાં તાત્કાલિક કામગીરીની માગ
સ્લેબ ધરાશાયી (Porbandar House Slab Collapse) થયા બાદ પરિવારજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક સમારકામની મંજૂરી આપી કામગીરી હાથ ધરવાની માગ કરી છે. પરિવારજનોનું કહેવું છે કે હાલ મકાનની સ્થિતિ જોખમી હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય અથવા જાનહાનિ થાય તે પહેલાં તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તે જરૂરી છે.
આ પણ વાંચો:સુરતમાં જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી, મેડિકલ સ્ટોરના 75 વર્ષીય માલિકનું મોત
આ પણ વાંચો:સુરતના ઘનશ્યામ નગરમાં સ્લેબ ધરાશાયી થયો, મનપા સામે ઉઠ્યા પ્રશ્નો
આ પણ વાંચો:હિંમતનગરના સવગઢ ગામે મકાનનો સ્લેબ ધરાશાયી, 2 શ્રમિકો દટાયા
