Gandhinagar News/ ગાંધીનગર કુડાસણમાં ક્રેન ધરાશાયી, 10થી 15 શ્રમિકો દબાયાની આશંકા

Kudasan Crane Collapse: ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર ક્રેન ધરાશાયી થતાં 10થી 15 શ્રમિકો દબાયા હોવાની આશંકા છે. ફાયર અને પોલીસની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું.

Top Stories Gandhinagar Gujarat
Kudasan Crane Collapse: 10થી 15 શ્રમિકો દબાયાની આશંકા

Gandhinagar News: ગાંધીનગર નજીકના કુડાસણ વિસ્તારમાં (Kudasan Crane Collapse) નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. ‘બોસકી ધ એમ્પાયર’ સાઈટમાં બાંધકામની કામગીરી દરમિયાન એક મહાકાય ક્રેન અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલ ગાંધીનગર મનપાના કમિશ્નર અને DyCM હર્ષ સંઘવી ઘટના સ્થળે હાજર પહોંચ્યા છે.આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. DGP ઘટનાસ્થળે પહોંચ્યા. CFO અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા.

Kudasan Crane Collapse: ક્રેન તૂટી પડતાં અફરાતફરી

મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, કન્સ્ટ્રક્શન સાઇટ (Construction Accident)પર કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ક્રેન અચાનક નીચે પટકાઈ હતી. ક્રેનનો મોટો ભાગ અને તેની સાથેનો કાટમાળ નીચે પડતાં ત્યાં કામ કરી રહેલા શ્રમિકોમાં દોડધામ મચી હતી.

10થી 15 શ્રમિકો દબાયા હોવાની આશંકા

આ દુર્ઘટનામાં અંદાજે 10થી 15 શ્રમિકો ક્રેનના ભારે ભાગો અથવા કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ આંકડો પ્રાથમિક માહિતી પર આધારિત છે અને રેસ્ક્યુ કામગીરી પૂર્ણ થયા બાદ જ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા.4 લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે.

ફાયર અને પોલીસની ટીમો પહોંચી

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તેમજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ કાટમાળ હટાવીને અંદર કોઈ શ્રમિક ફસાયેલો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.ફાયર બ્રિગેડ દ્વારા ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ ઘટનાસ્થળે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી જરૂર પડ્યે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી શકાય.

દુર્ઘટનાનું કારણ શું?

હાલ ક્રેન કયા કારણોસર ધરાશાયી થઈ તે અંગે સત્તાવાર કારણ સામે આવ્યું નથી. ક્રેનની ટેકનિકલ સ્થિતિ, બાંધકામ સાઇટની પરિસ્થિતિ અથવા અન્ય કોઈ કારણસર આ ઘટના બની છે કે કેમ તે અંગે તપાસ બાદ જ વધુ સ્પષ્ટતા થઈ શકે છે.હાલ સમગ્ર ઘટનામાં કેટલા લોકો અસરગ્રસ્ત થયા છે અને કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ દુર્ઘટનાની વાસ્તવિક સ્થિતિ સામે આવશે.


આ પણ વાંચો: છત ધરાશાયી થતાં ભુજમાં હડકંપ, વર્ષોથી જોખમી ઇમારતો સામે નક્કર કાર્યવાહીની માગ

આ પણ વાંચો: ઠાસરાના ચિતલાવમાં મહી કેનાલ પરનો ઓવરબ્રિજ ધરાશાયી, તંત્રની બેદરકારી સામે ગ્રામજનોનો આક્ષેપ

આ પણ વાંચો: પોરબંદરમાં જૂના મકાનનો સ્લેબ ધરાશાયી, પરિવારનો બચાવ; તંત્ર સામે બેદરકારીનો આક્ષેપ