અકસ્માત/ મધ્યપ્રદેશના રાયસેનમાં ગમખ્વાર અકસ્માત, જાનૈયાઓ પર ટ્રક ફરી વળતા પાંચ લોકોના મોત

લગ્નના વરઘોડા દરમિયાન જાનૈયાઓ પર  એક ટ્રક  ચડી જતાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયાના સમાચાર છે

Top Stories India

મધ્યપ્રદેશના  રાયસેન જિલ્લાના સુલતાનપુર વિસ્તારના ઘાટ ખમરિયા ગામ પાસે સોમવારે રાત્રે એક દુ:ખદ અકસ્માત થયો હતો. લગ્નના વરઘોડા દરમિયાન જાનૈયાઓ પર  એક ટ્રક  ચડી જતાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયાના સમાચાર છે. આ ઘટના નેશનલ હાઈવે જબલપુર-ભોપાલ રૂટ પર બની હતી. માહિતી મળતા જ પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે રવાના થઈ ગયું હતું. મળતી માહિતી મુજબ ટ્રકની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ખુશીનો માહોલ ઉદાસીમાં ફેરવાઈ ગયો હતો. લગ્નની સરઘસ કાઢવાની તૈયારીઓ ચાલી રહી હતી, તે દરમિયાન એક અનિયંત્રિત ટ્રકે જાનૈયાઓને ટક્કર મારી હતી,અનેક લોકો ઘાયલ થયા હતા,જેમાં ત્રણ હાલત ગંભીર હોવાથી તેમને ભોપાલ એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. કલેક્ટર-એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા,પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.