Navsari News : ભિલાડ ચેકપોસ્ટ પર ગુજરાતનો પાસ લેવા માટે 6,300 ની લાંચ લેતા ચેકપોસ્ટના બીટગાર્ડની ACBએ ધરપકડ કરી છે. આ કેસની વિગત મુજબ ફરિયાદીએ પોતાના કબ્જાની ટ્રકમાં મહારાષ્ટ્ર ખાતેથી ખેરના લાકડા ભરી અમલસાડ જિ.નવસારી ખાતે આવ્યો હતો.
બાદમાં તે લાકડાના ડેપોમાં ખાલી કરવા જતા હોય જે અંગે ગુજરાત રાજ્યની હદ્દમાં પ્રવેશ કરતા ભિલાડ વનપેદાશ ચેક પોસ્ટ ખાતેથી મહારાષ્ટ્રના પાસ ઉપરથી ગુજરાતના પાસ લેવાના હતા. જેમાં એક પાસની કાયદેસરની ફી રૂા.૨૦ લેખે કુલ રૂા.૬૦ થતા હતા.
પરંતુ સંજાણ રેન્જના ભિલાડ વન પેદાશ ચેકિંગ ચેક પોસ્ટના બીટગાર્ડ નરેશ ડી.ભોયાએ એક પાસના રૂ. ૨૫૦૦ લેખે ત્રણ પાસના રૂા.૭,૫૦૦ ની માંગણી કરી હતી. આરોપીએ આ રકમ સ્વીકારી ફરિયાદીને તેમાથી રૂા.૧,૨૦૦ પરત આપી રૂા.૬,૩૦૦ ની લાંચ સ્વીકારી એસીબીની જાળમાં ઝડપાઈ ગયો હતો.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:અમદાવાદના સરખેજમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ : રૂ. 13.79 લાખનો મુદ્દામાલ કબજે
