Surat News/ ગાંજાની હેરાફેરી માટે કોલેજ સ્ટુડન્ટનો ઉપયોગ: ઓડિશાથી ગુજરાત લવાયેલા 18 કિલો ગાંજા સાથે બે વિદ્યાર્થીની સુરત પોલીસે ધરપકડ કરી

ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામ જિલ્લાની સચિન ગામની રહેવાસી ભુઆ પાંડી દ્વારા મોકલવામાં આવ્યો હતો

Top Stories Gujarat Surat

Surat News : નશાના સોદાગરો પોલીસની નજરમાંથી બચવા માટે નવા-નવા કીમિયા અપનાવે છે. ત્યારે સુરતમાં ગાંજાની હેરાફેરી માટે કોલેજ સ્ટુડન્ટનો ઉપયોગ કરાતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સારોલી પોલીસે ઓડિશાથી આવેલા બે શખસોની ધરપકડ કરી કુલ 18.177 કિલોગ્રામ ગાંજાની જપ્તિ સાથે રૂ. 2.4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં એક આરોપી કોલેજના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.

સારોલી પોલીસને માહિતી મળી હતી કે ઓડિશાથી ગાંજાનો મોટો જથ્થો સુરતમાં ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ આધારે કામરેજથી નીકળેલા બંને શંકાસ્પદ શખસો પર નજર રાખી સારોલી-નિયોલ ચોકી પાસે વોચ ગોઠવી બંનેને રોકવામાં આવ્યા હતા. પોલીસે જ્યારે શકમંદોના થેલાની તપાસ કરી ત્યારે તેમાં પ્રતિબંધિત ગાંજાનો મોટો જથ્થો મળ્યો હતો.પોલીસે આ કેસમાં બે આરોપી- બિકાસ પાડી અને ચંદ્રમણી પ્રધાનને ઝડપી લીધા છે. બંને પાસેથી કુલ 18.177 કિલોગ્રામ ગાંજો, મોબાઈલ ફોન સહિત રૂ. 2.4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ કેસમાં ચોંકાવનારું તથ્ય એ છે કે મુખ્ય આરોપી બિકાસ પાડી ઓડિશાની RCM કોલેજમાં T.Y. B.Comનો વિદ્યાર્થી છે. તે હાલ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અગાઉ તે પોતાની ફેમિલી સાથે કતારગામ વિસ્તારમાં રહેતો હતો અને હાલમાં તેનો મોટો ભાઈ સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે.

બીજો આરોપી ચંદ્રમણી પ્રભાકર પ્રધાન ઓડિશાના પતન ખાતે ખેતી કામ કરે છે. બંને બે વર્ષ અગાઉ એક જ કોલેજમાં ભણતા હતા અને ત્યાંથી તેમને મિત્રતા થઈ. બાદમાં બંનેએ મળીને ગાંજાની હેરાફેરી કરી રૂપિયા કમાવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે, તેઓ સફળ થાય તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, આ ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામ જિલ્લાની સચિન ગામની રહેવાસી ભુઆ પાંડી દ્વારા મોકલવામાં આવ્યો હતો. જ્યાં કાના પરીડા નામના શખસે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. તેણે જ બિકાસ પાડી અને ચંદ્રમણી પ્રધાનને સુરત ખાતે ડિલિવરી માટે ગાંજાનો જથ્થો અપાવ્યો હતો અને ગ્રાહકોની વ્યવસ્થા પણ કરી આપવાની હતી. તેના બદલામાં બંને આરોપીઓને કમિશન મળવાનું હતું.

સારોલી પોલીસે વધુ તપાસ દરમિયાન નશાની આ ચેઇનમાં જોડાયેલા આરોપી ભુઆ પાંડી અને કાના પરીડાને વોન્ટેડ જાહેર કર્યા છે. બંનેની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.હાલ સુધી ગાંજાની હેરાફેરી માટે સામાન્ય વ્યકિતઓનો ઉપયોગ થતો હતો, પણ આ પ્રથમ બનાવ છે જ્યારે કોલેજના વિદ્યાર્થીનો ઉપયોગ થયો છે. પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીઓ કેટલા સમયથી આ કારોબારમાં સંકળાયેલા હતા અને વધુ કેટલાં વિદ્યાર્થીઓ કે અન્ય લોકો સાથે જોડાયેલા છે.

પોલીસના અહેવાલ મુજબ ગાંજાની હેરાફેરી ઓડિશાથી મોટાભાગે ટ્રેન દ્વારા થાય છે. ઓડિશાથી સુરત સુધીની ચેઇનમાં ઘણા લોકો જોડાયેલા છે અને દર વખતે અલગ અલગ માણસો દ્વારા ડિલિવરી કરવામાં આવે છે અને તેમને ચોક્કસ કમિશન અપાય છે.

સારોલી પોલીસને આશંકા છે કે આ કેસ માત્ર એક ભાગ નથી, પરંતુ તેની પાછળ વધુ મોટી નશાની ચેઇન કામ કરી રહી છે. આ કોલેજ સ્ટુડન્ટ આરોપીઓ પાછળ ક્યાં સુધી કડીઓ જોડાયેલી છે, તેની તપાસમાં મોટા નામો ખુલવાની પણ શકયતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું PASAમાં પકડાયેલા મૌલાના અઝહરીનો જેલવાસ લાંબો ચાલશે…

આ પણ વાંચો:ગુજરાત પોલીસે 3 વર્ષમાં ‘પાસા’ હેઠળ કાર્યવાહી પામેલા રીઢા આરોપીઓને કાયદાના પાઠ ભણાવ્યા

આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટમાં પાસાના કેસ હવેથી સિવિલ નહી ક્રિમિનલ કેસ ગણાશે