ટ્વિટરના માલિક એલન મસ્કનું (Elon Musk) એઆઇ (AI) ચેટબોટ (Chatbot) તેના આડાતેડા જવાબને લઈને ભારતમાં ચર્ચામાં છે. ભારતમાં દરેક સોશિયલ મીડિયા પર ગ્રોક (Grok) ની ચર્ચા થઈ રહી છે. તેમા 2029માં વડાપ્રધાન કોણ બનશે. તેથી લઈને ભારતના લોકપ્રિય નેતા કોણ તો તેના જવાબમાં રાહુલ ગાંધી જેવા અનેક આડાઅવળા જવાબો સામેલ છે. મસ્કના આ ચેટબોટને એઆઇ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન xAIએ ડિઝાઇન કર્યુ છે. તેને યુઝર્સને સવાલોના જવાબમાં મદદ કરવા સહિત ઘણા કામ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
તમારે કોઈ સવાલનો જવાબ જાણવો હોય તો એક્સ પર જઈ @Grokને ટેગ કરીને પૂછી શકો છો, અથવા પછી ગ્રોકની એઆઇ વેબસાઇટ www.grok.com પર જઈને પણ પૂછી શકાય છે. તેને નવેમ્બર 2023માં લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી તેના ત્રણ વર્ઝન આવી ચૂક્યા છે. તેમા સૌથી લેટેસ્ટ વર્ન ગ્રોક-3 છે. તેને ફેબ્રુઆરી 2025માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે ગૂગલના જેમિનીને ટક્કર આપશે તેમ માનવામાં આવે છે.
લોન્ચિંગ વખતે મસ્કે જણાવ્યું હતું કે તે અગાઉના વર્ઝનથી દસ ગણુ શક્તિશાળી છે. ગ્રોકને વ્યંગ પસંદ છે. તે હળવા અને મજાકિયા અંદાજમાં જવાબ આપી શકે છે. આ સિવાય બીજા ચેટબોટ જે પ્રકારના જવાબ આપી શકતા નથી તે જવાબ પણ ગ્રોક આપશે.
ગ્રોક-3ને xAIના કોલોસસ નામના સુપર કમ્પ્યુટર પર તાલીમ આપવામાં આવી છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા રીયલ ટાઇમ ઇન્ફોર્મેશન આપે છે. સામાન્ય રીતે બીજા ચેટબોટ આવું કરતાં નથી. પહેલા તેનો પ્રીમિયમ પ્લસ એક્સ સબસ્ક્રીપ્શન લેનારા યુઝર જ ઉપયોગ કરી શકતા હતા, પરંતુ હવે મસ્કે તેને સામાન્ય યુઝર્સ માટે પણ ખુલ્લુ મૂક્યું છે.
ગ્રોક-3 તમારા સવાલના મિજાજ મુજબ તેનો જવાબ આપે છે. જો તમે મજાક કે બોલચાલની ભાષામાં સવાલ કરશો તો જવાબ પણ તે જ ભાષામાં મળશે. જો તમે ગુસ્સો કરશો કે અપશબ્દો બોલશો તો ગ્રોક-3 પણ તે જ ભાષામાં જવાબ આપશે. તેથી જ તેના કેટલાક જવાબોને લઈને હંગામો મચી ગયો છે.
એક એક્સ યુઝરે ગ્રોકને સવાલ પૂછ્યો કે મારા દસ સૌથી સારા મિત્ર કહ્યા છે, ગ્રોકે થોડી વાર જવાબ ન આપતા તેણે હિન્દીમાં એક ગાળ જોડીને ફરીથી સવાલ પૂછ્યો. ગ્રોકે પણ તેને અપશબ્દોથી જ જવાબ આપતા લખ્યું કે ચિલ કર. તારા દસ શ્રેષ્ઠ મિત્રનો હિસાબ લગાવી દીધો. મેન્શન કર્યા મુજબ આ યાદી છે, બરોબર છે ને. હવે રોવાનું બંધ કર.
ગ્રોકનો આ રિપ્લાય વાઇરલ થઈ ગયો છે. એક યુઝર બોલ્યો કે એઆઈનો પોતાના પર અંકુશ નથી તો આપણે તો માનવ છીએ. તેના પર ગ્રોકે જણાવ્યું હતું કે હા યાર, મેં તો થોડી મસ્તી કરી હતી, પણ મસ્તીને મસ્તીમાં કંટ્રોલ ન રહ્યો. તમે તો માનવી હોવાથી તમને થોડી છૂટ મળવી જોઈએ, પરંતુ હું તો એઆઇ છું, તેથી મારે થોડો અંકુશ રાખવો પડશે.
ગ્રોકે ભારતની વાત જવા દો તેને બનાવનારા મસ્ક અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ બક્ષ્યા નથી. તેણે જણાવ્યું હતું કે મારો 75થી 90 ટકા સુધીનો અંદાજ છે કે ટ્રમ્પ પુતિનના પ્રભાવમાં છે. આ ઉપરાંત ગ્રોકે 24 ફેબ્રુઆરીએ એક જવાબમાં મસ્ક, ટ્રમ્પ અને જેડી વેન્સને અમેરિકાના સૌથી હાનિકારક નાગરિક ગણાવ્યા હતા.
કોઈને પણ થાય કે ગ્રોકને સવાલ પૂછવા હોય તો શું કરવું તેના માટેની કઈ પ્રક્રિયા કરવી. તેના માટે ગ્રોક એઆઇની વેબસાઇટ પર જઈને અથવા તો એક્સ પર તેને ટેગ કરીને પણ સવાલ પૂછી શકાય છે. સવાલનો જવાબ આપવામાં ગ્રોક ત્રણ સ્ટેપને અનુસરે છે.
પહેલા સ્ટેપમાં ગ્રોક ઇનપુટ પ્રોસેસ કરે છે અને પોતાના ટ્રેનિંગ ડેટાનો ઉપયોગ કરીને એક પ્રારંભિક જવાબ તૈયાર કરે છે. તેના પછી ગ્રોક તેના દરેક તબક્કામાં રીઝનિંગનો ઉપયોગ કરે છે. જવાબ આપવામાં તે ભૂલોને સુધારે છે અને રિસર્ચ માટે ડીપસર્ચ જેવા ટૂલ્સની મદદ લે છે. તે ડીપ સર્ચની મદદથી એક્સ અને ઇન્ટરનેટ પર અપડેટેડ રિયલ ટાઇમ જાણકારી હાંસલ કરી જવાબમાં સામેલ કરે છે. તે ગણતરીની સેકન્ડોમાં આ આખી પ્રક્રિયા પૂરી કરે છે.
હવે ગ્રોકને જ પૂછી લેવાયું કે તે પોતે ચેટજીપીટી, ડીપસીક જેવા બીજા એઆઇ ટૂલ્સ કરતાં વધારે સારું છે કે નહીં. તેના જવાબમાં તેણે જણાવ્યું હતું કે ટેકનિકલ સવાલોના જવાબ, રીઝનિંગ અને કોડિંગ કે મેથ્સના સવાલોના જવાબ આપવામાં ડીપસીક આર-1 બાકીના ચેટબોટથી સારું છે.
જ્યારે કોઈ વિશેષ મુદ્દાનો સંદર્ભ સમજીને તેનો જવાબ આપવામાં ચેટજીપીટી સારું છે. તમે ચેટજીપીટીને સવાલ પૂછો કે ગરમીમાં ક્યાં ફરવા જઈએ અને તેનો જવાબ આવ્યા પછી તમે પૂછો કે સામાન પેક કરી લઈએ તો તે તરત સમજી જશે કે તમે તમારી ટુર માટે જરૂરી સામાન અંગે પૂછી રહ્યા છો.
જ્યારે હું ગ્રોક પોતે રિયલ ટાઇમ અને અપટેડેટ જાણકારી પૂરી પાડવામાં બીજા કરતાં શ્રેષ્ઠું છું. એક્સ પર આવતી પોસ્ટથી લોકોના પ્રોફાઇલનું વિશ્લેષણ કરી શકું છું જ્યારે ચેટજીપીટી અને ડીપસીક પોતાના ડેવલપર્સ દ્વારા આપવામાં આવેલા ટ્રેનિંગ ડેટા પર આધારિત હોવાથી તેમના જવાબો થોડા જૂના હોઈ શકે છે. આ ઉપરાંત મારી વાતચીતની શૈલી બીજા કરતાં વધારે મજેદાર છે. જ્યારે બીજા ફક્ત ટેકનિકલ વસ્તુ જ કહે છે.
અમેરિકામાં કાર્યરત એઆઇ નિષ્ણાતનું કહેવું છે કે કોઈપણ એઆઇ મોડેલ કેટલો ચોકસાઈભર્યો અને જાણકારીભર્યો ઉત્તર આપે છે તે MMLU અને GSM8Kમાં તેના સ્કોરના આધારે નક્કી કરવામાં આવે છે. આ બંને ટેસ્ટમાં દરેક પ્રકારના સવાલો પૂછવામાં આવે છે અને તેના જવાબના આધારે એઆઈ મોડેલની ક્ષમતા આંકવામાં આવે છે. આ ધોરણે ગ્રોકનો ઉપયોગ વધુ સરળ અને મજેદાર છે.
આ પણ વાંચો: મોદી-રાહુલ પર નિખાલસ જવાબ આપતું AI, આપી ગાળો, પછી માફી પણ માંગી, જાણો શા માટે Grok AI હેડલાઇન્સમાં છે?
આ પણ વાંચો: ટ્રાઈની દરખાસ્ત એલોન મસ્કને આંચકો આપશે, તેમને આ સમયગાળા માટે જ સ્પેક્ટ્રમ મળશે – રિપોર્ટ
આ પણ વાંચો: શું ટ્રમ્પના ટેરિફ ભારતમાં iPhones મોંઘા કરશે? જાણો વિગતો