MANTAVYA Vishesh/ સાઇબર ક્રાઇમ: વર્ષે 15 હજાર ગુના સામે સ્ટાફ માંડ સવા સોનો

અમદાવાદમાં સાઇબર ક્રાઇમ (Cyber Crime) ના ગુનાનુ પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યુ છે, પરંતુ તેની સામે તેટલા જ પ્રમાણમાં પોલીસ કર્મચારીઓની સંખ્યા વધી નથી…. આનું સીધું પરિણામ એ આવ્યું છે કે સાઇબર ગુનેગારો વધુને વધુ બેખોફ બન્યા છે.

Trending Mantavya Vishesh

અમદાવાદમાં સાઇબર ક્રાઇમ (Cyber Crime) ના ગુનાનુ પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યુ છે, પરંતુ તેની સામે તેટલા જ પ્રમાણમાં પોલીસ કર્મચારીઓની સંખ્યા વધી નથી…. આનું સીધું પરિણામ એ આવ્યું છે કે સાઇબર ગુનેગારો વધુને વધુ બેખોફ બન્યા છે….. તેઓને પોલીસની મર્યાદાની ખબર પડી ગઈ છે…. તેના લીધે તેમની ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે….તેની સાથે-સાથે તેઓ ગુનેગાર તરીકે વધુને વધુ હાઇ-ટેક (High Tech) બનવા લાગ્યા છે…. જ્યારે પોલીસ હજી પણ લો-ટેક ( Low-Tech) છે.

સાઇબર ગુનામાં ઝડપથી નાણા મળતા હોવાથી ક્રિમિનલ માઇન્ડ ધરાવતો ટેકનોસેવી યુવાઓનો એક ઘણો હિસ્સો તેના તરફ વળ્યો છે…. પોલીસ સાઇબર ક્રાઇમમાં મોટા-મોટા ગુનાઓ જ ઉકેલી શકે છે, જ્યારે નાના ગુનાઓમાં તેને વાર લાગે છે…. આના કારણે સાઇબર ગુનેગારોએ નવી જ મોડસ ઓપરેન્ડી વિકસાવીને નાના-નાના ગુના કરવા માંડ્યા છે…. તેઓ તેની સાથે-સાથે ગુનાની પદ્ધતિ પણ સતત બદલવા માંડ્યા છે, જેથી પોલીસ સાઇબર ગુનાની એક કે બે નવી પદ્ધતિ પકડે ત્યાં તો સાઇબર ગુનેગારોએ બીજી દસ નવી પદ્ધતિ વિકસાવી લીધી હોય છે….

અમદાવાદ શહેરમાં જ વર્ષના સમયગાળામાં પંદર હજારથી સોળ હજાર જેટલા તો ફક્ત સાઇબર ક્રાઇમ જ થાય છે…. હવે આ સાઇબર ક્રાઇમને પહોંચી વળવા માટે અમદાવાદ પોલીસ પાસે ફક્ત સવા સો જણનો જ સ્ટાફ છે….આટલું જાણીને જ કોઈપણ સમજી જાય કે અમદાવાદમાં સાઇબર ગુનેગારોને કેમ છૂટો દોર મળ્યો છે…. આટલી ઓછી સંખ્યામાં પોલીસ હોય તો સાઇબર ગુનેગારો પછી પકડાય કેવી રીતે….

તેની તુલનાએ ક્રાઇમ બ્રાન્ચ હેઠળની અન્ય એજન્સીઓ જેવી કે સ્પેશ્યલ ક્રાઇમ બ્રાન્ચ, SOG, આર્થિક ગુના નિવારણ શાખા અને વીમેન ક્રાઇમ બ્રાન્ચમાં 500નો સ્ટાફ છે, જ્યારે આ બધી શાખાઓમાં વર્ષ દરમિયાન હજાર ગુના પણ નોંધાતા નથી…. આ બતાવે છે કે સંસાધનોની જરૂર ક્યાં છે અને ક્યાં ફાળવવામાં આવે છે… જ્યાં સૌથી વધારે ગુના નોંધાય છે ત્યાં સૌથી ઓછો સ્ટાફ છે અને જ્યાં સૌથી ઓછા ગુના નોંધાય છે ત્યાં સૌથી વધુ સ્ટાફ છે. આમ સ્ટાફની નહી, પણ યોગ્ય ફાળવણી કરવામાં આવતી નથી….

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશ્નરના તાબા હેઠળ પાંચ મુખ્ય બ્રાન્ચ આવેલી છે…. તેમા સ્પેશ્યલ ક્રાઇમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ, એસઓજી, ઇઓડબલ્યુ અને વીમેન ક્રાઇમનો સમાવેશ થાય છે…. અમદાવાદમાં છેલ્લાં કેટલાક વર્ષોમાં સાઇબર ગુનાખોરીમાં ધરખમ વધારો થયો છે, પરંતુ સ્ટાફની અછતના કારણે સાઇબર ગુનાઓની યોગ્ય તપાસ થઈ શકતી નથી…. આના લીધે એક રીતે અમદાવાદમાં સાઇબર ક્રિમિનલ્સને મોકળું મેદાન મળી ગયું છે….

સાઇબર ક્રાઇમ વિભાગમાં માણસોની અછતના લીધે સાઇબર ક્રિમિનલો માટે જાણે અમદાવાદ તે આંકડે દેખાતું મધ છે….  આગામી દિવસોમાં અમદાવાદમાં સાઇબર ગુનાખોરીનો આંકડો પ્રતિ દિન 100ને વટાવી જાય તો આશ્ચર્ય નહીં થાય….

આ અંગે અધિકારીઓએ પણ જણાવ્યું છે કે સાઇબર ક્રાઇમમાં કોઈ એક ગુનાની તપાસ ચાલતી હોય અને તેમા પણ ગુનેગારો રાજ્ય બહારના હોય તો તેમને પકડતા અઠવાડિયા જેટલો સમય લાગે છે…. હવે આવી એક તપાસ પૂરી થાય ત્યાં સુધીમાં બીજી ઢગલાબંધ તપાસ સામે આવીને ઊભી રહી ગઈ હોય છે…. આ સંજોગોમાં દરેક ગુનાની તલસ્પર્શી તપાસ કરવી અઘરી થઈ પડે છે…. આમ સાઇબર ક્રાઇમમાં ઓછી સંખ્યાની સીધી અસર તપાસ પર પડે છે….

બીજા શબ્દોમાં કહીએ તો હિન્દી ફિલ્મના હીરો અને વિલન જેવી સ્થિતિ અહીં છે… હીરો એક હોય છે અને વિલનની સંખ્યા ઢગલાબંધ હોય છે…. આ જ રીતે અહીં સાઇબર ક્રાઇમના સ્ટાફરની સંખ્યા ગણીગાંઠી છે અને તેની સામે ગુનાઓનું અને ગુનેગારોનું પ્રમાણ ઢગલાબંધ છે….. આટલું ઓછું હોય તેમ દરેક ગુનામાં પોલીસ પાસેથી ટકોરાબંધ કાર્યવાહીની આશા રાખવામાં આવે છે…. તેમા પણ જો ગુનેગાર કોઈપણ પ્રકારનું રાજકીય છત્ર ધરાવતો હોય તો પોલીસને તેને પકડવામાં આંખે પાણી ઉતરે છે….પકડ્યા પછી તેને ગુનેગાર સાબિત કરવામાં પોલીસનો દમ નીકળી જાય છે, કારણ કે આવા ગુનેગારો સાક્ષીઓ પર પ્રભાવ પાડે છે અને ધાકધમકી આપીને પોલીસનો કેસ નબળો બનાવી દે છે….

સાઇબર ક્રાઇમમાં ગુનાની રકમ પાંચ લાખથી વધુ હોય તો જ તે સાઇબર ક્રાઇમ વિભાગમાં દાખલ થાય છે…. જ્યારે તેનાથી ઓછી રકમવાળી છેતરપિંડીની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દાખલ થાય છે…. આને ધ્યાનમાં રાખીને દરેક પોલીસ સ્ટેશનમાં સાઇપર ક્રાઇમ સેલ પણ ઊભો કરવામાં આવ્યો છે… આમ છતાં દરેક પોલીસ સ્ટેશનને કેટલા પ્રમાણમાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદો મળી અને તેણે કેટલા કેસો ઉકેલ્યા તેનો કોઈપણ ડેટા હજી સુધી આપવામાં આવ્યો નથી…. આ પ્રકારનો ડેટા હશે કે કેમ તે મોટો સવાલ છે….. હાલનો જે ડેટા છે તે ફક્ત અમદાવાદ સાઇબર ક્રાઇમ વિભાગનો જ છે. દરેક પોલીસ સ્ટેશનમાં નોંધાતી ફરિયાદોનો નથી….

હજી પણ જો તંત્ર ચેતશે નહીં અને અમદાવાદ સાઇબર ક્રાઇમ વિભાગને પૂરતા પ્રમાણમાં સ્ટાફ નહીં આપે તો આગામી દિવસોમાં ફક્ત અમદાવાદમાં જ સાઇબર ક્રાઇમના ગુનાનો આંકડો વર્ષે લાખને વટાવી જાય તો આશ્ચર્ય નહીં થાય….


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ સાઇબર ક્રાઇમે ડિજિટલ એરેસ્ટના ગુનામાં 4 તાઇવાનીઝ સહિત 13ની કરી ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદમાં મહિલા સાઇબર ક્રાઇમનો ભોગ બનીઃ ફ્રોડસ્ટરોએ 7.50 લાખ સેરવી લીધા

આ પણ વાંચો: અમદાવાદ સાઇબર ક્રાઇમે ઓનલાઇન ગેમિંગ કૌભાંડનો કર્યો પર્દાફાશ