Rajkot News: રાજકોટ ખાતે કોટડાસાંગાણી (Kotdasangani, Rajkot)ના સાંઢવાયાની ગૌશાળા (Gaushala)ની ઘટના અંગે રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશુપાલન મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani)ની સૂચનાથી પશુપાલન વિભાગની એક ઉચ્ચ-સ્તરીય ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઇ ગઇ છે.
– હાલમાં ગૌશાળાની બાકીની ગાયોને 16 નિષ્ણાત પશુ ચિકિત્સક ટીમો આપી રહી છે ‘રાઉન્ડ ધ ક્લોક’ સારવાર
– ગાયોને અપાયેલા ઘાસચારા, ખોળ, પાણી અને અન્ય ખોરાકના સેમ્પલ FSLને મોકલાયા
– ગાયોને અપાયેલા મગફળીના ખોળથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન
તાત્કાલિક અસરથી પરિસ્થિતિની દેખરેખ રાખવા અને ત્વરિત પગલાં લેવા આદેશ
રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામમાં આવેલી રામગર બાપુ ગૌશાળામાં ગાયોના મૃત્યુની બનેલી દુઃખદ ઘટનાને ધ્યાને લઈને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે. મંત્રીએ તાત્કાલિક અસરથી પરિસ્થિતિની દેખરેખ રાખવા અને ત્વરિત પગલાં લેવા માટે પશુપાલન વિભાગના અધિકારીઓને આદેશો આપ્યા છે.
પશુપાલન મંત્રીના આદેશથી ગાંધીનગર (Gandhinagar) ખાતેથી પશુપાલન વિભાગની એક ઉચ્ચ-સ્તરીય ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ છે, જે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે.
સાંઢવાયા ગામની ગૌશાળામાં એક સાથે કેટલીક ગાયોના અગમ્ય કારણોસર થયા હતા મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલ તા.12 ડિસેમ્બરના રોજ સાંઢવાયા ગામ (Sandhwaya village)ની એક ગૌશાળામાં એક સાથે કેટલીક ગાયોના અગમ્ય કારણોસર મૃત્યુ થયા હતા. આ બાબતની જાણ થતા કોટડાસાંગાણી પશુચિકિત્સા અધિકારી અને પશુધન નિરિક્ષકની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ગૌશાળાની મુલાકાત લેવામાં આવી હતી.
કુલ 16 નિષ્ણાતોની ટીમ દ્વારા સારવારની કામગીરી ‘રાઉન્ડ ધ કલોક’ શરૂ
ઘટનાની ગંભીરતા સમજીને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ ત્વરિત પગલાં લેવા પશુપાલન વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. મંત્રીશ્રીના આદેશ બાદ રાજકોટ જિલ્લાના 5 પશુચિકિત્સા (Veterinary) અધિકારીઓ, 7 પશુધન નિરિક્ષકો, પશુરોગ અન્વેષણ અધિકારી, નાયબ પશુપાલન નિયામકોને મળીને કુલ 16 નિષ્ણાતોની ટીમ દ્વારા સારવારની કામગીરી ‘રાઉન્ડ ધ કલોક’ શરૂ કરવામાં આવી હતી.
પ્રાથમિક દ્રષ્ટીએ પશુમરણનું કારણ ફૂડ પોઈઝનિંગ હોવાનું અનુમાન
આટલું જ નહીં, પશુ મૃત્યુના સાચા કારણની પુષ્ટિ કરવા માટે કુલ પાંચ પશુઓનું પોસ્ટમોર્ટમ (Postmortem) એક્ઝામિનેશન કરીને સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મૃત પશુઓને આપવામાં આવેલા ઘાસચારા, ખોળ, પાણી અને અન્ય ખોરાકના સેમ્પલ પણ FSL કચેરીએ મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટીએ પશુમરણનું કારણ ફૂડ પોઈઝનિંગ (Food Poisoning) હોવાનું અનુમાન છે.
જીતુ વાઘાણીની સૂચનાથી રાજકોટની ગૌશાળાની અન્ય ગાયોની સુરક્ષાના પગલાં
મંત્રીની સૂચના અનુસાર હાલમાં ગૌશાળાની બાકીની ગાયોને સુરક્ષિત રાખવા નિવારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે અને અસરગ્રસ્ત ગાયો (Cows)ની સઘન સારવાર (Treatment) કરવામાં આવી રહી છે. સારવારમાં મદદ તથા વિશેષ ટિપ્પણી માટે જૂનાગઢ વેટરનરી કોલેજ (Junagarh)ના પાંચ વિષય તજજ્ઞ તથા તેમની ટીમ પણ હાલ ગૌશાળા ખાતે કાર્યરત છે.
વધુમાં, મંત્રી જીતુ વાઘાણીના આદેશ અનુસાર પશુપાલન વિભાગની એક ઉચ્ચ-સ્તરીય ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટમાં મનપાની રાઇડ્સમાં બેદરકારીથી હાહાકાર, ચકડોળમાં 100 ફૂટ ઊંચે લોકો ફસાયા
આ પણ વાંચો: રાજકોટમાં દુર્લભ અને વિશ્વની સૌથી નાની ગાયની પધરામણી
આ પણ વાંચો: સાંઢવાયા ગૌશાળામાં કરુણ દૃશ્ય: એક જ દિવસમાં 80 ગાયોના મૃત્યુ

