Rajkot News/ રાજકોટમાં મનપાની રાઇડ્સમાં બેદરકારીથી હાહાકાર, ચકડોળમાં 100 ફૂટ ઊંચે લોકો ફસાયા

લોકો ગુસ્સે થયા હતા કારણ કે ચકડોળ (જાઈન્ટ વ્હીલ) ઓપરેટર ચાલતી રાઈડને બંધ કરી, જેના કારણે પાંચ કે છ લોકો 20 મિનિટ સુધી હવામાં લટકતા રહ્યા.

Top Stories Gujarat Rajkot Breaking News
ચાલતું ચકડોળ બંધ કરી ઓપરેટર ગાયબ, 20 મિનિટ સુધી રાઈડ સવાર હવામાં ઝૂલ્યા

Rajkot News: રાજકોટમાં મનપા સંચાલિત રાઇડ્સમાં ફરી એક વખત બેદરકારીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલ ચકડોળ (જાયન્ટ વ્હીલ) પર લોકો મોજ માણી રહ્યા હતા ત્યારે અચાનક ઓપરેટર રાઇડ ચાલુ જ રાખીને સ્થળ છોડીને ચાલ્યો ગયો. પરિણામે ચકડોળના સૌથી ઉપરનાં ભાગે બેઠેલા 5 થી 6 લોકો 100 ફૂટ ઊંચાઈએ 20 મિનિટ સુધી ફસાઈ રહ્યા.

આ દરમિયાન લોકોના જીવ તાળવે ચોંટ્યા, બાળકો અને મહિલાઓ ડરી ગયા, અને નીચે હાજર લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો. ઘટનાએ મનપાની સલામતી વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત રાઈડ્સમાં બેદરકારીથી જીવ જોખમાયા 

રાજકોટના ગેમ ઝોનમાં આગની ઘટના પછી પણ વ્યવસ્થામાં કોઈ સુધારો થઈ રહ્યો નથી. લોકો ગુસ્સે થયા હતા કારણ કે ચકડોળ ઓપરેટર ચાલતી રાઈડને રોકતો રહ્યો, જેના કારણે પાંચ કે છ લોકો 20 મિનિટ સુધી હવામાં લટકતા રહ્યા. ચકડોળ પર સવાર લોકોના જીવ બચી ગયા.

ઓપરેટરે 100 ફૂટની ઊંચાઈએ ચકડોળ બંધ કર્યું

રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત રાઈડ્સમાં બેદરકારી સામે આવી છે. ચકડોળ ઓપરેટર ચાલતી રાઈડને રોકી હતી, જેના કારણે 5-6 લોકો 20 મિનિટ સુધી હવામાં લટકતા રહ્યા. ચકડોળ પર સવાર લોકોના જીવ બચી ગયા. ઓપરેટરે 100 ફૂટની ઊંચાઈએ ચકડોળ બંધ કર્યું. ઓપરેટરે ચકડોળ બંધ કરી અટલ સરોવર ગયો હતો. આ ઘટના પર લોકોએ હોબાળો મચાવ્યો.

ઓપરેટરને તાત્કાલિક બરતરફ કરવામાં આવ્યો

આ ઘટનામાં લોકોના હોબાળા બાદ, ચકડોળ ઓપરેટરને તાત્કાલિક બરતરફ કરવામાં આવ્યો. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ઓપરેટરની બેદરકારીને કારણે લોકોના જોખમાયા હતા. હવે કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં PGVCLની બેદરકારીથી યુવાનનું અકાળે મોત

આ પણ વાંચો: AMCની બેદરકારીઃ કોમનવેલ્થના હોર્ડિંગથી મોપેડ સવાર દંપતી ઘાયલ

આ પણ વાંચો: સિદ્ધપુરમાં કાત્યોકનો મેળો શરૂ થતા પહેલા દુર્ઘટના:ચકડોળ ફિટિંગની કામગીરી વખતે પગ લપસતા એક શખસ નીચે પટકાયો, બે વ્યક્તિને ઈજા