પંજાબના મશહુર ગાયક કલાકાર અને કોંગ્રેસના નેતા એવા સિદ્વુ મુસેવાલાની થોડા દિવસ પહેલા હત્યા કરી નાંખવામાં આવી હતી,બુધવારે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના બે આરોપી પંજાબ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. આ બંને ગુંડા હતા. તેમાંથી એકનું નામ જગરૂપ સિંહ રૂપા અને બીજાનું નામ મનપ્રીત મન્નુ હતું. આ બંનેને અટારી બોર્ડર પાસે પોલીસે ઘેરી લીધા હતા. અહીં લગભગ 5-6 કલાક સુધી ઓપરેશન ચાલ્યું અને પોલીસને સફળતા મળી. આ ઘટના બાદ ગેંગસ્ટર જગરૂપ સિંહ રૂપાની માતાનું નિવેદન આવ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો પુત્ર ગુનેગાર છે તો તેને ગુનાની સજા મળવી જોઈતી હતી. મને મારા પુત્રના મૃત્યુનો અફસોસ પણ નથી.
ઉલ્લેખનીય છે કે 29 જૂને પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની માનસા જિલ્લાના જવાહરકે ગામમાં હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ તેની થાર જીપમાં બે સુરક્ષાકર્મીઓ સાથે જઈ રહ્યા હતા. દરમિયાન હુમલાખોરોએ મુસેવાલાને ઘેરીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં મૂઝવાલાના બંને સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.
આ ઘટનામાં જગરૂપ સિંહ રૂપા અને મનપ્રીતના નામ પણ સામે આવ્યા હતા. પંજાબ પોલીસ બંનેને શોધી રહી હતી. બુધવારે પોલીસે અટારી ગામની ઘેરાબંધી કરી અને એન્કાઉન્ટરમાં માર્યા ગયા. ઓપરેશનમાં બંને તરફથી ગોળીબાર થયો હતો. લગભગ 6 કલાક પછી પોલીસને સફળતા મળી અને બંનેને ઠાર માર્યા. આ એન્કાઉન્ટરમાં ત્રણ પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.
