Jammu News : પહેલગામ આતંકી હુમલા કેસમાં જમ્મુની સ્પેશિયલ કોર્ટે લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના મુખ્ય આતંકી હાફિઝ સઈદ (Hafiz Saeed) વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (NBW) જાહેર કર્યો છે. કોર્ટે નોંધ્યું કે કેસની નિષ્પક્ષ અને અસરકારક તપાસ માટે હાફિઝ સઈદની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે. આ વોરંટ 8 જુલાઈએ જારી કરવામાં આવ્યો હતો, જેની માહિતી હવે જાહેર થઈ છે.
NIAની પૂરક ચાર્જશીટમાં મોટો ખુલાસો
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પહેલગામ હુમલા (Pahalgam Attack)સંબંધિત પૂરક ચાર્જશીટમાં (Chargesheet)હાફિઝ સઈદ (Hafiz Saeed)ને સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર ગણાવ્યો છે. તપાસ એજન્સીનો દાવો છે કે હુમલાનું આયોજન પાકિસ્તાનમાંથી કરવામાં આવ્યું હતું અને ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાના ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે.
પહેલગામ હુમલામાં 26 પ્રવાસીઓના મોત

22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામ નજીક બૈસરન ઘાટીમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલાખોરોએ કેટલાક પ્રવાસીઓનો ધર્મ પૂછીને તેમની હત્યા કરી હતી. આ હુમલામાં કુલ 26 લોકોના મોત થયા હતા, જેના કારણે સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો હતો.
ભારતનો જવાબ: ઓપરેશન સિંદૂર
હુમલા બાદ ભારતે 6 અને 7 મે, 2025ની રાત્રે ‘ઓપરેશન સિંદૂર‘(Operation Sindoor) હાથ ધરી પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા આતંકી ઠેકાણાઓ પર કાર્યવાહી કરી હતી. ભારતીય દાવા મુજબ, આ ઓપરેશનમાં 100થી વધુ આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા હતા.
NIA તપાસના મુખ્ય ખુલાસા
રિયલ ટાઈમ માર્ગદર્શન મળતું હતું
તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોરોને પાકિસ્તાનમાંથી રિયલ ટાઈમ સૂચનાઓ આપવામાં આવી રહી હતી. મુખ્ય હેન્ડલર સૈફુલ્લાહ જટ્ટ ઉર્ફે લંગડાએ હુમલાનું સ્થળ નક્કી કર્યું હતું અને હુમલા દરમિયાન સતત સંપર્કમાં રહ્યો હતો.
સ્થાનિક ગાઈડ્સની ભૂમિકાની તપાસ
NIA અનુસાર બે સ્થાનિક ગાઈડ્સે હુમલા પહેલાં શંકાસ્પદ આતંકવાદીઓને જોયા હોવા છતાં સુરક્ષા એજન્સીઓને જાણ કરી નહોતી. આ મામલે બંનેની ધરપકડ કરવામાં આવી છે.
હુમલા પહેલા તૈયારીના પુરાવા
તપાસમાં જાણવા મળ્યું કે હુમલા પહેલાં આતંકવાદીઓએ સ્થાનિક ઝૂંપડીમાં ભોજન કર્યું હતું અને બાદમાં હુમલા દરમિયાન ધાર્મિક નારા લગાવી ગોળીબાર કર્યો હતો.
એક્શન કેમેરા અને મોબાઈલથી મળ્યા પુરાવા
તપાસ દરમિયાન આતંકવાદીઓ પાસેથી મળેલા મોબાઈલ ફોન અને એક્શન કેમેરામાંથી મહત્વપૂર્ણ માહિતી મળી હતી. નેવિગેશન એપમાં હુમલાના સ્થળનું લોકેશન અને અન્ય ડિજિટલ પુરાવાઓ પણ તપાસ એજન્સીના હાથ લાગ્યા હોવાનું જણાવાયું છે.
પહેલગામ હુમલા બાદ ભારતના મુખ્ય ઓપરેશન
- ઓપરેશન સિંદૂર (7 મે 2025): પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાઓ પર કાર્યવાહી.
- ઓપરેશન કેલર (13 મે 2025): શોપિયાં વિસ્તારમાં 3 લશ્કર આતંકીઓ ઠાર.
- ઓપરેશન મહાદેવ (28 જુલાઈ 2025): શ્રીનગર નજીક 3 પાકિસ્તાની આતંકવાદીઓનો ખાત્મો.
- ઓપરેશન અખલ (ઓગસ્ટ 2025): કુલગામમાં આતંકી મોડ્યુલ સામે કાર્યવાહી.
- ઓપરેશન ગુડ્ડર (સપ્ટેમ્બર 2025): કુલગામના જંગલ વિસ્તારમાં 2 આતંકીઓ ઠાર.
આ પણ વાંચો : પહલગામ હુમલો 7 ઓક્ટોબરની યાદ અપાવે છે, ભારતને જે જોઈએ તે આપવા તૈયાર…
-
આ પણ વાંચો : પહલગામ હુમલો, સલામતીના દાવા પોકળ
-
આ પણ વાંચો : પહલગામ હુમલો માનવતા સામેનો સૌથી મોટો ગુનો છે’, રાહુલ ગાંધી, ઓવૈસી અને અન્ય ઘણા નેતાઓએ કેન્ડલ માર્ચમાં ભાગ લીધો
