Ahmedabad News : અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી સામે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે અમદાવાદના એક્સપ્રેસ હાઈવે પર CTM ટોલનાકા નજીક રામોલ પોલીસ સ્ટેશનની હદમાં દરોડો પાડીને આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ (Ahmedabad Drug Seizure)કર્યો છે. આ કાર્યવાહીમાં અંદાજે ₹25.5 કરોડની કિંમતના MD ડ્રગ્સ (25 Crore Drugs)અને હેરોઈન સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને આંતરરાજ્ય વેચાણ પર અંકુશ લાવવાના પ્રયાસોના ભાગરૂપે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર અગાઉ સુરત શહેર પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા, તે દરમિયાન તેમની સૂચનાથી નાયબ પોલીસ કમિશનર ભાવેશ રોજિયા, ક્રાઇમ બ્રાન્ચ, સુરત શહેર દ્વારા છેલ્લા દોઢ વર્ષથી આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સનો જથ્થો મંગાવી તેનું આંતરરાજ્ય વેચાણ કરતી ગેંગ સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. જોકે, આ ગેંગના આરોપીઓ અગાઉ ગુજરાતમાં આવ્યા ન હોવાથી તેમને પકડવામાં સફળતા મળી નહોતી.
ગત તા. 21/10/2026ના રોજ નાયબ પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ, સુરત શહેરને બાતમી મળી હતી કે આ ગેંગના ત્રણ શખ્સો મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ શહેરમાં આવવાના છે. આ બાતમીના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. પરમાર અને તેમની ટીમે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો.
ત્યારબાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનરના સંકલન હેઠળ બંને શહેરોની ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે કામગીરી હાથ ધરી હતી.
આ દરમિયાન તા. 21/10/2026ના રોજ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ચોક્કસ અને આધારભૂત બાતમીના આધારે અમદાવાદ શહેરના બરોડા એક્સપ્રેસ હાઇવે પર રામોલ ટોલટેક્સ નજીકથી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી આશરે 2.5 કિલો મેફેડ્રોન (MD Drugs)) અને 4.5 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર, જપ્ત કરાયેલા ડ્રગ્સની બજારકિંમત કરોડો રૂપિયામાં થાય છે. આ કાર્યવાહીથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે.
આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સામે સંયુક્ત કાર્યવાહી
સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch)ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના CTM ટોલનાકા નજીક વાહનોની અવરજવર વચ્ચે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો (Ahmedabad Drug Seizure)મળી આવ્યા હતા.

પોલીસે જપ્ત કરેલા જથ્થામાં મેફેડ્રોન અને હેરોઈન (Heroin Seizure)નો સમાવેશ થાય છે. બંને પ્રકારના નશીલા પદાર્થોની બજારકિંમતને ધ્યાનમાં લેતાં કુલ કિંમત અંદાજે ₹25.5 કરોડ હોવાનું જણાવાયું છે. જોકે, ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેને ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનું હતું, તે અંગેની વધુ વિગતો તપાસમાં સામે આવી શકે છે.
ત્રણેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
પકડાયેલા આરોપીઓમાં તિફેલ નોખેજ (ઉંમર 44, નવી દિલ્હી), મોહમ્મદ ઇમરાન અલ્વી (ઉંમર 38, મેરઠ) અને કફીલ અહેમદ (ઉંમર 59, નવી દિલ્હી)નો સમાવેશ થાય છે.

પોલીસની વિગતો મુજબ, તિફેલ નોખેજ સામે અગાઉ હેરોઈનની દાણચોરી અને ડ્રગ્સના જથ્થાને સુરક્ષિત રીતે આગળ લઈ જવા માટે પાયલોટિંગ કરવા સંબંધિત કેસ નોંધાયેલા છે. વર્ષ 2014માં અમૃતસર ખાતે 100 ગ્રામ હેરોઈન અને વર્ષ 2019માં 300 કિલો હેરોઈનના કેસમાં તેનું નામ સામે આવ્યું હોવાનું જણાવાયું છે.
બીજા આરોપી મોહમ્મદ ઇમરાન અલ્વી સામે છેડતી, માનવ તસ્કરી સાથે જોડાયેલી કબૂતરબાજી અને છેતરપિંડી જેવા ગુનાઓનો ઇતિહાસ હોવાનું પોલીસની વિગતોમાં જણાવાયું છે.

ત્રીજા આરોપી કફીલ અહેમદનો પણ અગાઉના નશીલા પદાર્થોના કેસો સાથે સંબંધ હોવાનું સામે આવ્યું છે. તેની સામે જયપુરમાં 18.5 કિલો ચરસ, અમદાવાદમાં 100 ગ્રામ MD અને રાજસ્થાનમાં પેરોલ દરમિયાન 3 કિલો એલ્પ્રાઝોલમ સાથે ઝડપાવા સંબંધિત ગુનાહિત ઇતિહાસ હોવાની વિગતો આપવામાં આવી છે.
₹25.5 કરોડના ડ્રગ્સનો જથ્થો જપ્ત
આ કાર્યવાહીમાં પોલીસે જપ્ત કરેલા નશીલા પદાર્થોની વિગતો નીચે મુજબ છે:
-
MD (મેફેડ્રોન): આશરે 2.5 કિલો, પ્રતિ કિલો અંદાજિત બજારકિંમત ₹1.2 કરોડ.
-
હેરોઈન: આશરે 4.5 કિલો, પ્રતિ કિલો અંદાજિત બજારકિંમત ₹5 કરોડ.
-
કુલ અંદાજિત બજારકિંમત: ₹25.5 કરોડ.

હેરોઈન અને MD જેવા નશીલા પદાર્થોનો આટલો મોટો જથ્થો ઝડપાવાથી ડ્રગ્સની હેરાફેરી સામેની કામગીરીનું મહત્ત્વ વધ્યું છે. હવે તપાસમાં આ જથ્થાનો સપ્લાયર કોણ છે, ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ નેટવર્ક સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે તેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે.
પોલીસે પકડેલા આરોપીઓમાં કફીલ અહેમદ ઉર્ફે જાવેદ અનસારી (ઉંમર 59 વર્ષ), તફીલ નૌખેઝ (ઉંમર 44 વર્ષ) અને મોહમ્મદ ઇમરાન ઉર્ફે રાજા (ઉંમર 42 વર્ષ)નો સમાવેશ થાય છે. આરોપીઓ દિલ્હી અને ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આરોપીઓ પાસેથી 4 કિલો 531 ગ્રામ 220 મિલિગ્રામ હેરોઇન, જેની કિંમત ₹22,65,61,000 છે, તેમજ 2 કિલો 497 ગ્રામ 870 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, જેની કિંમત ₹2,99,74,440 છે, જપ્ત કર્યું છે.
આ ઉપરાંત છ મોબાઇલ ફોન, ₹83,900 રોકડા અને ₹5 લાખની મહિન્દ્રા XUV કાર સહિત અન્ય સામગ્રી કબજે કરવામાં આવી છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો
પોલીસ તપાસ મુજબ, આરોપી કફીલ અહેમદ ઉર્ફે જાવેદ અનસારી અગાઉ ડ્રગ્સના અનેક કેસમાં પકડાઈ ચૂક્યો છે. વર્ષ 2014માં જયપુરમાં 18 કિલો ચરસના કેસમાં તેને 15 વર્ષની સજા થઈ હતી. વર્ષ 2015માં પેરોલ પર બહાર આવ્યા બાદ અલ્પ્રાઝોલમ ડ્રગ્સના કેસમાં પણ તેની ધરપકડ થઈ હતી. આ ઉપરાંત ગુજરાતમાં એનસીબી દ્વારા એમ્ફેટામાઇન ડ્રગ્સના કેસમાં પણ તેની સામે કાર્યવાહી થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વિવિધ કેસોમાં તેને કુલ 45 વર્ષની સજા થઈ છે, જોકે તે તમામ કેસોમાં જામીન પર બહાર હતો.
બીજા આરોપી તફીલ નૌખેઝની અગાઉ પંજાબના અમૃતસર નજીક હેરોઇનના કેસમાં ધરપકડ થઈ હતી. વર્ષ 2019માં દિલ્હી સ્પેશિયલ સેલે 330 કિલો હેરોઇનના કેસમાં તેની ધરપકડ કરી હતી. વર્ષ 2021માં પણ 54 કિલો હેરોઇનના કેસમાં તે પકડાયો હતો.
ત્રીજા આરોપી મોહમ્મદ ઇમરાન ઉર્ફે રાજા સામે અગાઉ છેડતી, મારામારી અને છેતરપિંડી સહિતના કેસ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
રાજસ્થાન અને અફઘાનિસ્તાન સુધીના કનેક્શનની તપાસ
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મેફેડ્રોનનો જથ્થો રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના ભવાની મંડી ખાતે રહેતા શકીલ મોહમ્મદ બશીર મોહમ્મદ પાસેથી ખરીદવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. જ્યારે હેરોઇનના જથ્થા માટે અફઘાનિસ્તાનના કંધહાર શહેરમાં રહેતા રહેમત ગુલ નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ હેરોઇન અને MD ડ્રગ્સને ઇન્સ્ટન્ટ ડ્રિંક તથા રેઝિન્ટ્સનાં પેકેટમાં પાર્સલની જેમ પેક કરીને મહિન્દ્રા XUV કારમાં છુપાવી હેરાફેરી કરતા હતા. આ જથ્થો રાજકોટમાં રહેતા અસલમ નામના વ્યક્તિને પહોંચાડવા માટે અમદાવાદ લાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.
હાલમાં પોલીસ દ્વારા ડ્રગ્સનો જથ્થો ભારતમાં કેવી રીતે પહોંચાડવામાં આવ્યો, તેમાં કોણ-કોણ સંકળાયેલું છે અને ગુજરાતમાં ડ્રગ્સ મંગાવનાર તથા વેચાણ કરનાર વ્યક્તિઓ કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે પણ તપાસ તેજ કરવામાં આવી છે.
સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહીને ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી રોકવાની દિશામાં મહત્ત્વપૂર્ણ સફળતા માનવામાં આવે છે.
