Fire/ સમુદ્રમાં ટ્રાયલ દરમિયાન એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્યમાં લાગી આગ, તપાસનો આદેશ

ભારતીય નૌકાદળે આગની ઘટનાની તપાસ માટે બોર્ડ ઓફ ઈન્કવાયરીના આદેશ આપ્યા છે. દરિયામાં ટ્રાયલ દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી

Top Stories India

ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્યમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જોકે, જહાજ પરના ક્રૂ મેમ્બરોએ ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને આગને કાબુમાં લીધી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, એરક્રાફ્ટ કેરિયર પર સવાર આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભારતીય નૌકાદળે આગની ઘટનાની તપાસ માટે બોર્ડ ઓફ ઈન્કવાયરીના આદેશ આપ્યા છે. દરિયામાં ટ્રાયલ દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી.  જ્યારે આગ લાગી ત્યારે INS વિક્રમાદિત્ય કારવારમાં હતા.

નોંધનીય છે કે ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્યમાં ફરી એકવાર આગ લાગી છે. બુધવારે કર્ણાટકના કારવાર બંદર પાસે અરબી સમુદ્રમાં ટ્રાયલ દરમિયાન વિક્રમાદિત્યમાં આ ઘટના બની હતી. સદનસીબે આગ ઝડપથી કાબુમાં આવી ગઈ હતી અને કોઈ જાનહાની થઈ ન હતી.

ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર INS વિક્રમાદિત્યમાં સમુદ્રમાં ટ્રાયલ દરમિયાન આગ લાગી હતી. એરક્રાફ્ટ કેરિયરમાં હાજર ક્રૂ મેમ્બર્સે જહાજમાં હાજર ફાયર ફાઈટિંગ ઈક્વિપમેન્ટ વડે કોઈક રીતે આગને કાબુમાં લીધી હતી. નેવીના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. નેવીએ આ મામલાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વિક્રમાદિત્યને તાજેતરમાં કારવાર નેવલ બેઝ પર રિફિટ કરવામાં આવ્યા હતા. રિફિટ કર્યા પછી જ એરક્રાફ્ટ કેરિયરને દરિયામાં સૉર્ટી માટે લઈ જવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષમાં વિક્રમાદિત્ય પર આગની આ ત્રીજી ઘટના છે. વર્ષ 2019માં લેફ્ટનન્ટ કમાન્ડર રેન્કના અધિકારીનું આગમાં મોત થયું હતું. 2021માં આગની નાની ઘટના પણ નોંધાઈ હતી.

ભારતે વર્ષ 2013માં વિક્રમાદિત્યને રશિયા પાસેથી ખરીદ્યો હતો. રશિયન નૌકાદળમાં તે એડમિરલ ગોર્શોકોવ તરીકે ઓળખાતું હતું. ભારતીય નૌકાદળ પાસે હાલમાં માત્ર એક જ એરક્રાફ્ટ કેરિયર છે. પરંતુ આવતા મહિને સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પણ ભારતીય નૌકાદળના લડાયક કાફલાનો ભાગ બનશે. સોમવારે નેવીના કાર્યક્રમમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આની જાહેરાત કરી હતી.