Surat News/ Gujarat Rain: સુરતમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, વેસુમાં SMC સામે વિરોધ

Gujarat Rain Update: 32% વરસાદની ઘટ બાદ રાજ્યના 95 તાલુકામાં વરસાદ. સુરતમાં 2 ઈંચ વરસાદથી પાણી ભરાયા, વેસુમાં SMC સામે વિરોધ, આગામી 6 દિવસ વરસાદની આગાહી

Gujrat Top Stories

Gujarat News: ચાલુ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં ( Gujarat Rain Update)  અત્યાર સુધી સરેરાશ કરતાં 32 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો, પરંતુ હવે મેઘરાજાએ ફરી જોરદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 95 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જ્યારે 14 તાલુકામાં એકથી અઢી ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વાલોડમાં અઢી ઈંચ અને વલસાડના ઉમરગામમાં 2.40 ઈંચ નોંધાયો છે.આ ઉપરાંત સુરત શહેર, ઉમરપાડા, ધરમપુર, અંકલેશ્વર, ખેરગામ અને ચીખલી સહિતના વિસ્તારોમાં પણ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે (19 જુલાઈ) સવારે 6થી 10 વાગ્યા દરમિયાન પણ રાજ્યના 44 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.

સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ

સુરત શહેરમાં આજે વહેલી સવારે 5 વાગ્યાથી જ વરસાદ ( Gujarat Rain Update) શરૂ થયો હતો. ટૂંકા સમયમાં જ બે ઈંચથી વધુ વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં (Surat Waterlogging) ગરકાવ થઈ ગયા હતા.વહેલી સવારના સમયે વરસાદ પડતા નોકરી-ધંધે જતા કર્મચારીઓ, રત્નકલાકારો, શ્રમિકો તેમજ મોર્નિંગ વોક માટે નીકળેલા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ, વાહનવ્યવહાર ખોરવાયો

ભારે વરસાદને કારણે ઉધના રેલવે ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી હતી અને અનેક વાહનચાલકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડ્યું હતું.શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

વેસુ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, “હાય રે SMC… હાય હાય”ના નારા 

ભારે વરસાદ બાદ ઉધના-નવસારી (Heavy Rain Gujarat) રોડ, રામપુરા તેમજ વેસુના વી.આઈ.પી. રોડ પર આવેલા ઓપેરા બિઝનેસ હાઉસ અને સંગિની ઇવોક નજીક પણ ભારે પાણી ભરાઈ ગયા હતા.વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.માત્ર બે ઈંચ વરસાદમાં જ શહેરની ડ્રેનેજ વ્યવસ્થા ખોરવાઈ જતાં સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન (Vesu Waterlogging) કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વેસુ વિસ્તારમાં વેપારીઓ અને સ્થાનિક રહિશો રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. તેમણે “હાય રે SMC… હાય હાય”ના નારા લગાવી પાલિકાની કામગીરી (SMC Protest) સામે નારાજગી વ્યક્ત કરી હતી.સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદી સિઝન પહેલાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં થોડા વરસાદમાં જ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે.

નવસારી, અમદાવાદ અને જૂનાગઢમાં પણ વરસાદ

સુરત ઉપરાંત નવસારીમાં માત્ર બે કલાકમાં પોણા (Monsoon Gujarat) બે ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મોડીરાત્રે અમદાવાદ અને જૂનાગઢમાં પણ સારો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.


આ પણ વાંચો: લાંબા વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

આ પણ વાંચો: વરસાદની અછત વચ્ચે પશુધન માટે ઘાસચારાની માંગ, ધારાસભ્ય રમેશ ટીલાળાની સરકારને રજૂઆત

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ: દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ