એક્સ્ટરનલ અફેર્સ મીનીસ્ટર સુષ્મા સ્વરાજ લોકોની મદદ કરવા માટે ઘણા લોકપ્રિય છે. સોશિયલ મીડીયા પર લોકોને વળતા જવાબ આપી તેમની પરેશાનીઓ ને દુર કરે છે. સુષ્મા સ્વરાજે આજે જયારે સ્ટેટ વુમેન કમીશનની નેશનલ કોન્ફરન્સ એડ્રેસ કરી રહ્યા હતા ત્યારે કહ્યું હતું કે, 39 ભારતીયોના અપહરણ કરી ઈરાક મોકલવાના વેપાર પાછળ એજન્ટ્સ જવાબદાર છે. જેઓને ત્યાં પછી મારી નાખવામાં આવ્યા હતા. તેમ છતાં આ ગેરકાયદેસર એજન્ટ્સ પોતાનો આ ધંધો કરી રહ્યા છે અને હજી લોકોને વિદેશ મોકલી રહ્યા છે.
સુષ્મા સ્વરાજે કહ્યું કે આવા ગેરકાયદેસર એજન્ટ્સ સામે તુરત એક્શન લેવા જોઈએ. તમને વિનંતી કરી કે કમીશન આ બાબતે કડક પગલા લે અને આવા એજન્ટ્સને પકડે અને આ ધંધો બંધ કરાવે. એમણે કહ્યું કે એન્ટી ટ્રાફિકિંગ બીલ એ એક ખુબ સારો સ્ટેપ હતો પણ જ્યાં સુધી આવા ગેરકાયદેસર એજન્ટ્સ ના નેટવર્ક રહેશે ત્યાં સુઘી એની સાચી અસર નહી થાય.

યુવાન છોકરાઓને મુંબઈમાંથી એકઠા કરવામાં આવ્યા હતા અને એમને કહેવામાં આવ્યું હતું કે તેઓ જુદી જુદી મર્ચન્ટ શીપના ક્રુ મેમ્બર તરીકે જાય છે પણ હકીકતમાં તેઓને સ્મગલીંગ માટે મોકલવામાં આવતા હતા અને જયારે એ બીજા દેશમાં પકડાય જતા ત્યારે એમને બચાવવા ત્યાંથી એ ખુબ મુશ્કેલ છે. આ વાત સુષ્મા સ્વરાજે ત્યાં કહી. તમજ એમણે લોકોને સલાહ પણ આપી કે, લોકોએ સરકાર દ્વારા નિયુક્ત થયેલા એજન્ટ્સ મારફતે જ જવું જોઈએ.
આ વાતને પુષ્ટિ આપવા માટે એમણે કહ્યું કે, મીનીસ્ટ્રી પાસે જે લોકોને મોકલવામાં આવ્યા છે એમની બધી માહિતી રહે છે જે ઓથોરાઇઝડ એજન્ટ મારફતે ગયા હોય છે અને અમને ખબર હોય છે કે કોણ એમ્પ્લ્યોયર હોય છે. જેથી જો કોઈ પણ કારણસર કોઈ અનિચ્છનીય ઘટના બને તો અમારી પાસે જવાબદાર એજન્ટ હોય.
એમણે સ્ટેટ કમિશનને કહ્યું કે એમણે આવા ગેરકાનૂની કામ કરતા એજન્ટ્સને ઓળખી કાઢી એમના નામનું લીસ્ટ ચીફ મીનીસ્ટરને આપવું જોઈએ અને એની સામે પગલા લેવા માટે કહેવું જોઈએ. એમણે કહ્યું કે અડધી મુશ્કેલી આમ જ સોલ્વ થઇ જશે જો આવા ગેરકાયદેસર એજન્ટ્સ ના નામ સામે આવી જાય અને એમની સામે કડક પગલા લેવામાં આવે તો.
