નવી દિલ્હી,
મોદી સરકાર દ્વારા ફ્રાંસ સાથે કરવામાં આવેલી રાફેલ ડીલને લઈ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા સતત હુમલો બોલવામાં આવી રહ્યો છે, ત્યારે હવે આ વિવાદ વચ્ચે ભારતને મળનારા પ્રથમ રાફેલ પ્લેનની એક તસ્વીર સામે આવી છે.
#Visuals: First look of the #Rafale jet, from the Istre-Le Tube airbase in France. pic.twitter.com/a5MJuH5nP1
— ANI (@ANI) November 13, 2018
સમાચાર એજન્સી ANI દ્વારા ફ્રાંસના ઇસ્ત્રે-લે-ટ્યુબ એયરબેસથી ફાઈટર પ્લેન જેટની જાહેર કરેલી તસ્વીરો શેર કરવામાં આવી છે.
#Visuals: First look of the #Rafale jet for the Indian Air Force, from the Istre-Le Tube airbase in France pic.twitter.com/Qv4aJdgjI7
— ANI (@ANI) November 13, 2018
તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે, ભારત માટે બનાવવામાં આવેલા રાફેલ જેટ એયરબેસ પર જોવા મળી રહ્યું છે. ત્યાં ગ્રાઉન્ડ સ્ટાફના નિર્દેશ પર રાફેલ બેસ પર આગળ વધતું જોવા મળી રહ્યું છે.
