Bilkis Bano Case/ બિલકિસ બાનો કેસના દોષિતોએ સરેન્ડર કરવા માટે માંગ્યો વધુ સમય, જણાવી પોતાની મજબૂરી

ગુજરાતના બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે 11 દોષિતોની સજાની માફી રદ્દ કરી તેમને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે. આ પૈકીના એક આરોપીએ આત્મસમર્પણ માટે વધુ 4 અઠવાડિયાનો સમય માંગ્યો છે.

Top Stories Ahmedabad Gujarat

Bilkis Bano Case: બહુચર્ચિત બિલકિસ બાનો કેસમાં આરોપી ગોવિંદભાઈ નાઈએ શરણાગતિ માટે વધુ 4 અઠવાડિયાનો સમય માંગતી અરજી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેણે કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી અને રિલીઝ ઓર્ડરના નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું છે. આરોપીએ આરોગ્ય અને પારિવારિક જવાબદારીઓને ટાંકીને આત્મસમર્પણ માટે વધુ સમયની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે.

આરોપીઓએ સુપ્રીમ કોર્ટ પાસે સમય માંગ્યો  

સુપ્રિમ કોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનમાં વાળંદ તરીકે કામ કરતા ગોવિંદભાઈએ સમય વધારવાની વિનંતી કરતા અનેક કારણો આપ્યા હતા. તેણે દાવો કર્યો કે તે એકમાત્ર વ્યક્તિ છે જે તેના 88 વર્ષીય પથારીવશ પિતા અને 75 વર્ષીય માતાની સંભાળ રાખે છે. આ બંને સંપૂર્ણપણે તેના પર નિર્ભર છે. તેણે એમ પણ કહ્યું કે તે તેના બે બાળકોની આર્થિક જરૂરિયાતો માટે જવાબદાર છે. અંતે, 55 વર્ષીય વાળંદે પણ તેની તબિયતને ટાંકીને કહ્યું કે તે અસ્થમાથી પીડિત છે અને તાજેતરમાં તેની સર્જરી કરવામાં આવી હતી.

8 જાન્યુઆરી 2024 ના રોજ નિર્ણય આવ્યો

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો બીવી નાગરથ્ના અને ઉજ્જવલ ભુયાનની બેન્ચે 11 દિવસ સુધી કેસની સુનાવણી કરી અને ઓક્ટોબરમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. 8મી જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે તમામ 11 આરોપીઓના રીલીઝ ઓર્ડરને રદ કર્યો હતો અને તેમને ફરીથી જેલમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરવા સૂચનાઓ જારી કરી હતી. કહીકતમાં, આરોપીની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. જે બાદ ગુજરાત સરકારે તેમને 14 વર્ષની કેદ બાદ મુક્ત કર્યા હતા. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ગુજરાત સરકારને સવાલો પણ કર્યા હતા.

ગુજરાત સરકારે આરોપીઓને મુક્ત કર્યા હતા

બિલકિસ બાનોનો આ કેસ 2002ના ગુજરાત રમખાણો સાથે સંબંધિત છે. જેમાં બિલકિસ બાનો પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેના પરિવારના સભ્યોની હત્યા કરવામાં આવી હતી. ગુજરાત સરકારે ગયા વર્ષે તમામ 11 આરોપીઓને મુક્ત કર્યા હતા. તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ્દ કરી આરોપીઓને જેલ હવાલે કરવાનો નિર્દેશ આપ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ

આ પણ વાંચો:વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને કર્યો આપઘાતનો પ્રયાસ

આ પણ વાંચો:ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવ સિદ્ધિ

આ પણ વાંચો:PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા