ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. મેચનાં બીજા દિવસે ભારતે પ્રથમ ઈનિગ્સમાં 5 વિકેટ ગુમાવીને 601 રનમાં ઈનિગ્સ ઘોષિત કરી હતી, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. તેમણે 36 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજા દિવસનાં પ્રથમ સત્રમાં, પ્રોટીયાઝ બેટ્સમેનોનાં આઉટ થવાની પ્રક્રિયા ચાલુ છે. આ સત્રમાં શમી અને યાદવે આફ્રિકાની અડધી ટીમને એક-એક વિકેટથી આઉટ કરી દીધી છે. લંચ પહેલા મેદાનમાં પગ જમાવવાની જગ્યાએ ક્વિંટન ડી કોકે પોતાની વિકેટ આપી દીધી હતી. અશ્વિને તેની વિકેટ લીધી હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાની ટીમની છ વિકેટ પડી ગઇ છે.
Lunch on Day 3 of the 2nd Test. #TeamIndia bowlers pick three wickets in the 1st session.
South Africa 136/6, trail India 601/5d by 465 runs. pic.twitter.com/gN5SIi8C1b
— BCCI (@BCCI) October 12, 2019
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ પૂણેનાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે. આ મેચમાં ભારતની સ્થિતિ ઘણી મજબૂત છે. ભારતે 601/5 નાં સ્કોર પર પોતાની ઇનિંગ્સ જાહેર કરી હતી. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ તેની ટેસ્ટ કારકિર્દીની સૌથી મોટી ઇનિંગ્સ (અણનમ 254) રમી હતી. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ તેની પ્રથમ ઇનિંગ્સમાં 6 વિકેટ ગુમાવીને 136 રન બનાવ્યા છે. સેનુરન મુથુસામી (6 રન) અને ફાફ ડુ પ્લેસિસ (52 રન) ક્રીઝ પર છે. ભારત તરફથી ઉમેશ યાદવે 3, મોહમ્મદ શમીએ 2 અને રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, કેપ્ટન વિરાટ કોહલી (254) અને રવિન્દ્ર જાડેજા (91) ની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સનાં આધારે ભારતે દક્ષિણ આફ્રિકા સામે 5 વિકેટે 601 રન બનાવીને પ્રથમ ઇનિંગ્સ જાહેર કરી દીધી છે. આ સેશનમાં ટીમ ઈન્ડિયાએ જાડેજાની વિકેટ ગુમાવી દીધી હતી. દિવસની રમતનાં અંત સુધીમાં, દક્ષિણ આફ્રિકાએ 15 ઓવર ફેંકીને 36 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પહેલા પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની ટીમને ભારતનાં હાથે કારમી હાર મળી હતી, જે ફોર્મને દક્ષિણ આફ્રિકાની ટીમે હજુ પણ યથાવત રાખ્યુ છે. જે તેના માટે એક ચિંતાનો વિષય બન્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
