Not Set/ તહેવાર ટાણે જ શાકભાજીનાં ભાવમાં ભડકો, સફરજનની સરખામણીએ શાકભાજી વધુ મોઘાં બન્યાં

તહેવાર ટાણે જ શાકભાજીના ભાવ આસમાને પહોચતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. ડુંગળી તો પહેલા જ મોંઘી થઈ ગઈ હતી. ત્યાર બાદ લસણ અને પછી બાકીની કસર ટમેટાએ પૂરી કરી. અને છેલ્લે વધ્યું હતું તો તમામ લીલા શાકભાજીના ભાવ વધી જતાં તમામ ગૃહિણી નું બજેટ અત્યારે ખોરવાઈ ગયુ છે. સિઝન માં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂત […]

Gujarat Others

તહેવાર ટાણે જ શાકભાજીના ભાવ આસમાને પહોચતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. ડુંગળી તો પહેલા જ મોંઘી થઈ ગઈ હતી. ત્યાર બાદ લસણ અને પછી બાકીની કસર ટમેટાએ પૂરી કરી. અને છેલ્લે વધ્યું હતું તો તમામ લીલા શાકભાજીના ભાવ વધી જતાં તમામ ગૃહિણી નું બજેટ અત્યારે ખોરવાઈ ગયુ છે.

સિઝન માં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂત ને પણ શાકભાજીના પાકમાં ઘણું મોટું નુકશાન ગયું છે. અને શાકભાજી ની આવક ઘટી છે. જેને કારણે પણ ભાવ માં વધારો જોવા મળી રહયો છે.

હાલમાં બજારમાં લીલા શાકભાજીમાં રિંગણ, તુરિયા, કારેલા, ભીંડા, ફુલાવર, સરગવો, ફુદીનો, દુધી, ગાજરનો ભાવ રૂ.80થી માંડીને રૂ.120 સુધી પહોંચ્યો છે.મોટાભાગે શાકભાજીના ભાવે સેન્ચુરી વટાવી દીધી છે.

હોલસેલ અને રિટેલ માર્કેટમાં પણ ભાવ માં મોટો તફાવતજોવા મળી રહ્યો છે. શાક હજુ સસ્તું થતા વાર લાગશે. નવો માલ બજારમાં આવતા વાર લાગશે. નવો માલ આવતાં શાક ભાજીના ભાવ માં ઘટાડો થવાની સંભાવના છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.