Gujarat News: ૧૬ મેમ્બર્સની ટીમ ગુજરાતના શૈક્ષણિક સાપ્તાહિક પ્રવાસ દરમિયાન કૃષિ અને સહકાર ક્ષેત્રની કામગીરીથી માહિતગાર થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ NDCના અધિકારીઓ અને ૧૬ સભ્યોની ટીમે ગાંધીનગરમાં લીધી હતી.

નેશનલ ડિફેન્સ કોલેજ ભારતીય સશસ્ત્ર દળોના બ્રિગેડિયર રેન્કના અધિકારીઓ, સિવિલ સર્વિસીસના જોઈન્ટ સેક્રેટરી અને ડિરેક્ટર કક્ષાના અધિકારીઓ તથા ૨૬ પાર્ટનર કન્ટ્રીઝના વિદેશી લશ્કરી અધિકારીઓ માટે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યુહાત્મક અભ્યાસ પર અભ્યાસક્રમ ચલાવે છે.
આ અભ્યાસક્રમ અંતર્ગત હાલ ૧૬ મેમ્બર્સની એક ટીમ તા. ૧૭ માર્ચથી ૨૨ માર્ચ સુધી ગુજરાતની સ્ટડી ટુર પર આવેલી છે. આ સ્ટડી ટુરમાં તેઓ ગુજરાતની કૃષિ અને સહકાર ક્ષેત્રની બહુવિધ કામગીરીની માહિતી મેળવશે.
મુખ્યમંત્રીને આ ૧૬ મેમ્બર્સની ટીમ ભારતીય સેનાના મેજર જનરલ એસ. નાગરના નેતૃત્વમાં મળી હતી. આ ટીમમાં જાપાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાની નેવી તથા આર્મીના અધિકારીઓ પણ જોડાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર તથા વરિષ્ઠ સચિવો જોડાયા હતા.
આ પણ વાંચો:IPL 2024/ જે ક્ષેત્રએ નામના અપાવી તે જ કામ કરતા જોવા મળશે નવજોત સિંહ સિદ્ધુ…
આ પણ વાંચો:દેહ વ્યાપારનો પર્દાફાશ/ સુરતમાં બ્યુટીપાર્લરમાં કામ અપાવવાના બહાને 15 લોકોએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી
