Not Set/ વરસાદ ખેચાતા માલધારીઓની મુશ્કેલી વધી, પશુપાલકો માટે ઘાસચારાની તંગી સર્જાઇ

કચ્છ કચ્છમાં વરસાદ ખેચાતા માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઘાસની તંગી ઉભી  થતા માલધારી અને પશુપાલકો મુશ્કેલીમાં વધારો થયો છે. સરકાર દ્વારા પશુપાલકોને 2 રૂપિયા કિલો ઘાસ આપવાની  જાહેરાત કરી હતી. કચ્છમાં વરસાદ ખેંચાતા સરકારે ૨૦ લાખ કીલો ઘાસ ફાળવ્યું અને જિલ્લા વહીવટી તંત્રએ 6 તાલુકામાં તાત્કાલિક અસરથી ૨૭ ઘાસ ડેપો કાર્યરત કર્યા છે. માલધારીઓનાં ઘાસકાર્ડ […]

Top Stories Gujarat Trending

કચ્છ

કચ્છમાં વરસાદ ખેચાતા માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઘાસની તંગી ઉભી  થતા માલધારી અને પશુપાલકો મુશ્કેલીમાં વધારો થયો છે. સરકાર દ્વારા પશુપાલકોને 2 રૂપિયા કિલો ઘાસ આપવાની  જાહેરાત કરી હતી.

કચ્છમાં વરસાદ ખેંચાતા સરકારે ૨૦ લાખ કીલો ઘાસ ફાળવ્યું અને જિલ્લા વહીવટી તંત્રએ 6 તાલુકામાં તાત્કાલિક અસરથી ૨૭ ઘાસ ડેપો કાર્યરત કર્યા છે. માલધારીઓનાં ઘાસકાર્ડ બનાવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

સરકાર દ્વારા અત્યાર સુધી ગૌશાળા અને પાંજરા પોળને જ માત્ર બે રૂપિયે કિલો લેખે રાહતના ભાવે ઘાસ આપવામાં આવતું હતું. હવે દરેકને બે રૂપિયા કિલો ઘાસ વિતરણ કરાશે. જો સરકાર દ્વારા સમયસર ઘાસ વિતરણ નહિ કરવામાં આવે તો પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બનશે અને વરસાદ ખેચાતા અછત પરિસ્થતિ કારણે માલધારીઓને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાશે.

ગુજરાતમાં સૌથી વધુ પશુધન કચ્છ જીલ્લામાં આવેલું છે.કચ્છ જીલ્લામાં વરસાદ ખેચાતા માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ધાસની તંગી ઉભી થતા માલધારીઓ અને પશુપાલકો ચિતિત છે. સરકાર દ્વારા ધાસડેપો ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. માલધારીઓને  ૨ રૂપિયા કિલ્લો ધાસ આપવાની જાહેરાત કરવામાં આવી હતી તેથી કચ્છમાં વરસાદ ખેંચાતા સરકારે ૨૦ લાખ કીલો ઘાસ ફાળવ્યું છે.

માલધારીઓને બે રૂપિયે કિલો ઘાસ આપવાની ભુજમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાતને પગલે ફાળવણી કરવામાં આવી છે ૧૮ લાખ કીલો ઘાસ જીલ્લા બહારથી જામનગર, ભાવનગર, જૂનાગઢ, વડોદરા અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી મંગાવામાં આવશે અને ૨ લાખ કીલો ઘાસ જીલ્લામાંથી મેળવી સરકારી ગોડાઉનમાં મુકવાની ગતિવિધિ તેજ કરવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્રએ 6 તાલુકામાં તાત્કાલિક અસરથી ૨૭ ઘાસ ડેપો કાર્યરત કર્યા છે માલધારીઓનાં ઘાસકાર્ડ બનાવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા અત્યાર સુધી ગૌશાળા અને પાંજરા પોળને જ માત્ર બે રૂપિયે કીલો લેખે રાહતના ભાવે ઘાસ આપવામાં આવતું હતું હવે દરેક ને બે રૂપિયો કિલો ઘાસ વિતરણ કરાશે. જો સરકાર દ્વારા સમયસર ધાસ વિતરણ નહિ કરવામાં આવે તો પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બનશે અને વરસાદ ખેચાતા અછત પરિસ્થતિ કારણે માલધારીઓને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાશે.