Arvalli news/ અણીયોર ગામે પરંપરાગત લઠ રાસની રમઝટ, ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ઢોલ વગાડી ઉજવી ધુળેટી

માલપુરના અણીયોર ગામે પરંપરાગત લઠ રાસ (Lath Ras) ની ઉજવણી કરવામાં આવી. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગ્રામજનો સાથે ઢોલ વગાડી રાસમાં ભાગ લીધો હતો.

Gujarat Others Trending
Anyor Lath Ras Malpur

Anyor Lath Ras Malpur: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાનું અણીયોર ગામ આજે લોકસંસ્કૃતિના રંગે રંગાયું હતું. ધુળેટી પર્વ નિમિત્તે અહીં વર્ષોથી ચાલી આવતી ‘પરંપરાગત લઠ રાસ’ની ઉજવણી અત્યંત ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ લોકઉત્સવમાં બાયડ-માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વિશેષ ઉપસ્થિત રહી ગ્રામજનોનો ઉત્સાહ વધાર્યો હતો.

Anyor Lath Ras Malpur

Lath Rasની પરંપરા અત્યંત પ્રખ્યાત

અણીયોર ગામની આ લઠ રાસની પરંપરા આખા પંથકમાં અત્યંત પ્રખ્યાત છે. આ વિશિષ્ટ રાસને નિહાળવા અને તેમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે આજુબાજુના અંદાજે 30 થી 40 ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે ત્યાં ભારે જનમેદની જોવા મળી હતી. સાંજના સમયે ઢોલ-નગારા અને પરંપરાગત વાદ્યોના ગુંજારવથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું અને લઠ રાસના અદ્ભુત દૃશ્યોએ પ્રાચીન લોકસંસ્કૃતિની યાદ તાજી કરાવીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ધારાસભ્યનું કંધા પર બેસાડી ભવ્ય સ્વાગત

લોકપ્રિય ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જ્યારે અણીયોર પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ તેમનું અત્યંત અનોખી અને યાદગાર રીતે સ્વાગત કર્યું હતું. ઉત્સાહિત ગ્રામજનોએ પોતાના લાડીલા ધારાસભ્યને ખભા પર બેસાડીને પરંપરાગત શૈલીમાં આવકાર્યા હતા, જેના કારણે વાતાવરણમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો. ધારાસભ્યશ્રી પણ લોકોના આ સ્નેહ અને રંગમાં રંગાયા હતા; તેમણે પોતે ઉત્સાહપૂર્વક ઢોલ વગાડ્યો હતો અને લઠ રાસમાં સક્રિયપણે ભાગ લઈ ગ્રામજનો સાથે ધુળેટીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી. ધારાસભ્યને પોતાની વચ્ચે ઢોલ વગાડતા અને રાસ રમતા જોઈને સ્થાનિક યુવાનોમાં પણ એક અનેરો જોશ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

Anyor Lath Ras Malpur

સંસ્કૃતિનું જતન કરવાની નેમ

આ પ્રસંગે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગ્રામજનોને ધુળેટીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, “આપણી પરંપરાઓ અને લોકસંસ્કૃતિ એ આપણો વારસો છે. અણીયોર ગામે જે રીતે વર્ષોથી આ લઠ રાસની પરંપરા જીવંત રાખી છે તે ખરેખર પ્રશંસનીય છે.”

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ ગામના સરપંચો, સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ હાજર રહ્યા હતા.


આ પણ વાંચો: અરવલ્લી પર્વતમાળા છે રાજસ્થાનનું ‘જુરાસિક પાર્ક’! જ્યાં હજારો વર્ષ પહેલાં ફરતા હતા ડાયનાસોર, જાણો

આ પણ વાંચો: અરવલ્લી ફક્ત પર્વતમાળા નહીં ભારતની પ્રાકૃતિક સંરક્ષણ દીવાલ

આ પણ વાંચો: અરવલ્લી મુદ્દે SCનો ‘શીર્ષાસન’, પોતાના જ ચુકાદા પર લગાવી અસ્થાયી રોક