રાજકોટ/ રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન-વાઈસ ચેરમેનની વરણી કરાઇ, જાણો કોની કરાઈ નિયુક્તિ

યાર્ડમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીને પગલે જીલ્લાભરના રાજકીય-સહકારી આગેવાનો યાર્ડમાં ઉમટયા હતા.

Gujarat

રાજકોટ માર્કેટ યાર્ડના સત્તાધીશોની આજે નિમણૂક કરવામાં આવી છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના ખાસ અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાના નજીકના જયેશ બોઘરા પર ચેરમન તરીકેની પસંદગી કરવામાં આવી  જયારે વાઇસ-ચેરમેન તરીકે વસંત ગઢિયાની નિમણૂક કરવામાં આવી છે.

જે અંતગર્ત ગઈ સાંજે આખરી નિર્ણય લેવા માટે જીલ્લા ભાજપની સંકલન બેઠક બોલાવવામાં આવી હતી.જેમાં પરસોતમ સાવલીયા તથા જયેશ બોઘરાના નામ શોર્ટલીસ્ટ થયા હતા. પ્રદેશ નેતાગીરીને રીપોર્ટ કરીને માર્ગદર્શન માંગવામાં આવ્યુ હતું. પ્રદેશ નેતાગીરીની સૂચના મુજબ જયેશ બોઘરાની પસંદગી કરવામાં આવી હોવાનો જીલ્લા નેતાગીરી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો ;વાર-પલટવાર / કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ મમતા બેનર્જી પર કર્યો પલટવાર!

નેતાગીરીને એક તબકકે પરસોતમ સાવલીયાની નારાજગીની વાત પણ પહોંચાડવામાં આવી હતી. અસંતોષ કે બળવો થવાની અટકળો ઉભી થતા આજે સવારે પુર્વમંત્રી જયેશ રાદડીયાએ તમામ ડાયરેકટરોને કાલાવડ રોડ પરની રેસ્ટોરામાં એકત્રીત કરી લીધા હતા અને એક સાથે જ ચૂંટણી સમયે યાર્ડમાં લઈ જવાનો વ્યુહ અપનાવવામાં આવ્યો હતો. જો કે કોઈ નવાજુની થાય તેમ ન હોવાનું સ્પષ્ટ થતા તમામે રાહતનો શ્વાસ ખેંચ્યો હતો.

યાર્ડમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીને પગલે જીલ્લાભરના રાજકીય-સહકારી આગેવાનો યાર્ડમાં ઉમટયા હતા. સહકારી નેતા જયેશ રાદડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા, મહામંત્રી મનસુખ રામાણી ઉપરાંત રાજકોટ, લોધીકા, પડધરી સહિતના તાલુકાના આગેવાનોએ હાજરી આપી હતી. નવનિયુક્ત હોદેદારોને ફુલહાર કરીને અભિનંદન-શુભેચ્છા પાઠવ્યા હતા. જશ્નનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો ;ચેતવણીરૂપ કિસ્સો / રાજકોટમાં હોટલના ચોથા માળેથી નીચે પટકાતા બાળકીનું મોત, CCTV આવ્યા સામે