gujrat news/ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા “સારથી કોન્ક્લેવ” નું આયોજન

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તા. 22-23 સપ્ટેમ્બર, 2025 દરમિયાન બે દિવસીય “સારથી કોન્ક્લેવ” નું આયોજન કરવામાં આવ્યું

Gujarat Trending
Gujarat University Sarathi Conclave

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા તા. 22-23 સપ્ટેમ્બર, 2025 દરમિયાન બે દિવસીય “સારથી કોન્ક્લેવ” નું આયોજન કરી ઉચ્ચ શિક્ષણમાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત આ કોન્ક્લેવે શૈક્ષણિક પરિવર્તનના સક્રિય ચાલકબળ અને વિકસિત ભારત 2047 ના વિઝનના પથદર્શક તરીકે વિદ્યાર્થીઓની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. સારથી કોન્ક્લેવમાં 15 યુનિવર્સિટીઓ અને GTU સંલગ્ન 71 કોલેજો ના 215 વિદ્યાર્થી એમ્બેસેડર (સારથીઓ) એકસાથે ભાગ લીધો હતો.

NEP 2020 ના અમલીકરણમા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) હમેશા અગ્રેસર રહી છે. આ માટે GTU દ્વારા શિક્ષણ જગતના પાયા સમાન વાઇસ ચાન્સેલર્સ માટે VC કોંકલેવ, રજિસ્ટ્રાર્સ માટે રજિસ્ટ્રાર મીટ, પ્રાધ્યાપકો માટે ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અને હવે મુખ્ય લાભાર્થીઓ એવા વિદ્યાર્થીઓ માટે આ સારથી કોંકલેવનું આયોજન થયું. આ બે દિવસીય કાર્યક્રમમાં માનનીય અતુલભાઈ કોઠારી અને અન્ય મહાનુભાવો દ્વારા NEP 2020 ના વિવિધ આયામો ના ઉદેશ્ય અને મહત્વ પર ચર્ચા કરવામાં આવી. સાથે સાથે વિદ્યાર્થીઓએ NEP 2020ની થીમ પર સમૂહ ચર્ચા, પ્રશ્નોતરી સ્પર્ધા, પોસ્ટર પ્રદર્શન અને ફિલ્મ મેકિંગ જેવી પ્રતિયોગિતા માં ઉત્સાહભેર ભાગ લઈ સહભાગિતા દર્શાવી હતી.

આ સત્રોએ ભવિષ્ય માટે તૈયાર સ્નાતકો બનાવવા, ભારતીય જ્ઞાન પરંપરાને આધુનિક ટેકનોલોજી સાથે જોડવા અને વિદ્યાર્થીઓને ભારતના વિકસિત ભારત 2047 ના વિઝનમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે તૈયાર કરવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા દર્શાવી સાથે સાથે વિદ્યાર્થીઓએ NEP 2020 ના માધ્યમ થી શિક્ષણ, નવીનતા અને ભારતના સાંસ્કૃતિક વારસાના એકત્રીકરણનો પ્રત્યક્ષ અનુભવ કર્યો.
______________________________________________________________________________________________________

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થામાં મોટો ફેરફાર, બુલેટ ટ્રેન અને મેટ્રો નિર્માણને લીધે આ રસ્તાઓ પર પ્રતિબંધ

આ પણ વાંચો:અમદાવાદમાં વસ્ત્રાલ-થલતેજ રૂટ પર મેટ્રોમાં ટેક્નિકલ ખામી સર્જાતા રૂટ બંધ

આ પણ વાંચો:અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આ 2 તારીખે યોજાશે IPL મેચ, મેટ્રો ટ્રેનના સમયમાં મોટા ફેરફાર