Ahmedabad News/ અમદાવાદમાં વસ્ત્રાલ-થલતેજ રૂટ પર મેટ્રોમાં ટેક્નિકલ ખામી સર્જાતા રૂટ બંધ

માહિતી મુજબ વસ્ત્રાલથી થલતેજ વચ્ચેનો રૂટ સવારથી બંધ કરવામાં આવ્યો છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં વસ્ત્રાલ (Vastral)થી થલતેજ (Thaltej) વચ્ચેનાં રૂટ પર ટેક્નિકલ ખામી (Technical fault) સર્જાવાનાં કારણે શહેરની મેટ્રો સેવા બંધ કરાઈ છે. માહિતી મુજબ આ રૂટ સવારથી બંધ કરવામાં આવ્યો છે. ટેક્નિકલ ખામીનાં લીધે થલતેજ ગામ તરફ મુસાફરો જઈ શકશે નહીં.

અમદાવાદમાં શાહપુરથી જૂની હાઈકોર્ટના રૂટમાં કેબલ (Cabel) ચોરી થવાની પણ ઘટના સામે આવી છે. પરિણામે શાહપુરથી એપરલ પાર્ક સુધીની મેટ્રો રેલ સેવા કામચલાઉરૂપે બંધ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, મેટ્રોને વીજળી પૂરી પાડતા કેબલની ચોરીની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. મેટ્રો (Ahmedabad Metro) સેવા બંધ રહેતા વહેલી સવારથી મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી. મેટ્રો વિભાગે હજુ સુધી સત્તાવાર નિવેદન આપ્યું નથી. પોલીસે કેબલ ચોરની તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદ મેટ્રો રેલ (Metro Rail) બંધ થવાથી વસ્ત્રાલથી થલતેજ, એસ.જી. હાઈવે તેમજ પૂર્વ અમદાવાદ તરફ જનારા નોકરી-ધંધા માટે જનારા મુસાફરોને હેરાનગતિ વેઠવી પડી હતી. સવારમાં ઓફિસે જતા લોકોને ગંતવ્ય સ્થળે પહોંચવામાં મોડું થઈ ગયું હતું. મેટ્રો (Metro) બંધ રહેવાથી લોકોએ વધુ પૈસા આપી રીક્ષામાં બેસી જે તે સ્થળે પહોંચવું પડ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મેટ્રો હવે સચિવાલય સુધી દોડશે, આજથી મુસાફરોને મળશે મોટી રાહત!

આ પણ વાંચો:ગુજરાત મેટ્રોમાં બમ્પર ભરતી, જાણો કેવી રીતે અરજી કરવી

આ પણ વાંચો:ખુશખબર : અમદાવાદ-ગાંધીનગરના મુસાફરો માટે 15મીથી સેક્ટર 1 અને ગિફ્ટ સિટી સુધી દોડશે મેટ્રો