Gujarat News: ગુજરાત મેટ્રો (Gujarat Metro) રેલ કોર્પોરેશન (GMRC) એ મદદનીશ કંપની સેક્રેટરીની (Company Secretary) જગ્યા માટે ભરતી બહાર પાડી છે. GMRCએ રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરતી ભરતીની સૂચના બહાર પાડી છે. તો જો તમે અમદાવાદમાં રહો છો અને અહીં નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે આ એક સારી તક છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) ના આસિસ્ટન્ટ કંપની સેક્રેટરીના પદ માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા અને છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી આપવામાં આવી છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી માટેની અગત્યની માહિતી
સંસ્થા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
હોદ્દો મદદનીશ કંપની સેક્રેટરી
ખાલી જગ્યાઓ 1
વય મર્યાદા 28 વર્ષ
એપ્લિકેશન મોડ ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 25-3-2025
ક્યાં અરજી કરવી https://www.gujaratmetrorail.com/
કઈ શૈક્ષણિક લાયકાત જરૂરી છે?
કંપની સેક્રેટરી (CS) ની ડિગ્રી ઇન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI)માંથી મેળવવી આવશ્યક છે.
સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી LLB/LLM ડિગ્રી હોવી આવશ્યક છે.
ઉમેદવારને સંબંધિત ક્ષેત્રમાં 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ગુજરાત મેટ્રો ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 28 વર્ષ હોવી જોઈએ.
પગાર કેટલો હશે
પસંદ કરાયેલા ઉમેદવારો અન્ય ભથ્થાઓ સાથે રૂ. 35,000-1,10,000ના પગાર માટે પાત્ર હશે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની ભરતી માટેની અરજી પ્રક્રિયા
ગુજરાત મેટ્રોની સત્તાવાર વેબસાઇટ www.gujaratmetrorail.com ની મુલાકાત લો.
અહીં કારકિર્દી વિકલ્પ પર ક્લિક કરો.
વિવિધ જગ્યાઓની ભરતી સંબંધિત માહિતી ઉપલબ્ધ થશે.
તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની બાજુમાં ‘Apply Now’ પર ક્લિક કરો.
બધી જરૂરી માહિતી યોગ્ય રીતે ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
એપ્લિકેશનની અંતિમ રજૂઆત પછી, તેની પ્રિન્ટ આઉટ લો.
આ પણ વાંચો:હવે પેસેન્જર ટ્રેનો પણ બની સુપરફાસ્ટ, દેશભરમાં દોડશે 3 હજાર વંદે ભારત મેટ્રો, ગુજરાતથી થશે પ્રારંભ
આ પણ વાંચો:ગુજરાતમાં દોડશે દેશની પહેલી વંદે ભારત મેટ્રો, પહેલી ટ્રેન પહોંચી સાબરમતી, જાણો શું છે તૈયારીઓ
આ પણ વાંચો:મેટ્રોના વિસ્તરણ માટે ગુજરાત સરકારે કેન્દ્રને 25,000 કરોડથી વધુ રકમનો મોકલ્યો પ્લાન