Vadodara News: વડોદરા-સુરત હાઇવે પર મિની ટેમ્પો ચાલકે બાઇક પર સવાર બે સગા ભાઈઓને કચડી નાખીને રીતસરનું તેમનું મર્ડર કર્યુ હતુ. આ અકસ્માતના સીસીટીવી જોઈએ તો તે રીતસરનું મર્ડર જ લાગે છે.
બે સગા ભાઈઓ બાઇક પર હાઇવેમાં છેક ફૂટપાથની નજીક જઈ રહ્યા હતા ત્યારે ટેમ્પો ચાલકે રીતસર તેમને ટાર્ગેટ બનાવી કચડી નાખ્યા હતા. આ અકસ્માતના લાઇવ ફૂટેજ જોતાં સ્પષ્ટપણે દેખાય છે કે ટેમ્પો બે બાઇક સવાર ભાઈઓ માટે મોત બનીને આવ્યો છે.
અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આજવાથી વાઘોડિયા ચોકડી વચ્ચે હાઇવે પર અકસ્માત થયો હતો. બે ભાઈઓ રોહિત વર્મા અને શ્રવણ વર્મા બંનેનું મોત થયું છે.
આ પણ વાંચો: કુમાર કાનાણીએ GCAS ના પોર્ટલની કામગીરી સામે લેટર લખી નારાજગી દર્શાવી
આ પણ વાંચો: ‘જો પોલીસ ગુનાહિત કેસમાંથી મુક્ત નથી, તો વકીલો…’; ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE
આ પણ વાંચો: સમગ્ર રાજ્યમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ
