Rain News LIVE/ ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE

ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે ત્યારે વરસાદ હવે વધુને વધુ જિલ્લાઓ અને તાલુકાઓને આવરી રહ્યો છે. અત્યારે વાત કરીએ જૂનાગઢની તો હાલ ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 25T143827.040 ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE

LIVE

Gujarat News:ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે ત્યારે વરસાદ હવે વધુને વધુ જિલ્લાઓ અને તાલુકાઓને આવરી રહ્યો છે. અત્યારે વાત કરીએ જૂનાગઢની તો હાલ ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ચાર કલાકમાં જુનાગઢના વિસાવદરમાં બે ઇંચ વરસાદ વરસી ચુક્યો છે.ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

જુનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસતા ચાર કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે.તેમજ  ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.જેની સાથેજ  ખેડૂતોએ  વાવણીના શ્રીગણેશ કર્યા છે ,વરસાદ પડવાથી  ખેડૂતો ખુશખુશાલજોવા મળી રહ્યા છે અને લોકોને પણ ગરમીમાંથી રાહત મળી છે.   વરસાદ આવતાજ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ બે દિવસ પહેલાજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જળમગ્ન થવાણી આગાહી કરી હતી. તેમજ ઉત્તર ગુજરાતમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે તેવું કહ્યું હતું. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 25 જૂનથી એટલેકે આજથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસશે. જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે, આજે સવારે મેઘરવો આવ્યો તે સારો વરસાદ વરસવાનો સંકેત છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે, આદરા નક્ષત્રમાં વરસાદનું પાણી સારૂ ગણાય છે.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ સારા વરસાદના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સંકેત આપ્યા છે. અંબાલાલ પટેલના અનુસાર આવતીકાલથી બે દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ રહેશે. 28 જૂન સુધી જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.

ત્યારે  યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ વહેલી સવારથી વરસી રહ્યો છે.અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.ગાજવીજ સાથે ધોધમાર વરસાદ  અને વાદળો વચ્ચે ડુંગર જાણે અદ્રશ્ય થયો  હોય તેવું લાગી રહ્યું છે,જ્યા ભક્તોએ દર્શનની સાથે અહલાદક દ્રશ્યોનો નજારો માણ્યો છે.

 વરસાદનું યલો એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આજથી પાંચ દિવસ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત ત્રણ દિવસ માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજયમાં સાર્વત્રિક વરસાદ મામલે અગમચેતીના ભાગરૂપે ગીર સોમનાથ, ભાવનગરમાં દ્વારકા અને નર્મદામાં NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે. પ્રતિ કલાક 35થી 45 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે તેમ જણાવાયું છે. જામનગર, દ્વારકા અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદ છે. જામનગર સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ જોવા મળ્યું છે. જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે. અરવલ્લી અને મહીસાગર સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ છે.

દક્ષિણ ગુજરાતમાં સરક્યુલર સાઇક્લોનિક સિસ્ટમ સક્રિય છે. અમદાવાદમાં પણ આજે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના છે. 25 જૂને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત 26, 27 અને 28 જૂને ભારે વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાત રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ 25 જૂનથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, દાંડ, વલસાડ, તાપી,દમણ, દાદરી નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે.

જ્યારે 26 જૂનના રોજ ભારે વરસાદની આગાહીના પગલે વડોદરા, છોટાઉદેપુર, અમરેલી ભાવનગર, ગીર સોમનાથમાં યલો એલર્ટ છે. જ્યારે 27મી જૂનના રોજ નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીના રોજ ભારે વરસાદની આગાહી છે. 28 જૂનના રોજ ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલીના રોજ ભારે વરસાદની આગાહી છે.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 25T155452.454 ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE

ભાવનગરના સિહોરમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે  સિહોરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે.આ સાથેજ  વરલ, કાજાવદર,સોનગઢ, પીપરલામાં ભારે વરસાદ વરસ્યો હતો આ સિવાય અમરગઢ,સણોસરા ગામમાં પણ વરસાદ ભારે ઉકળાટ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી હતી  વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જીવ મળ્યો હત હતો.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 25T155315.530 ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE

આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સાથે હિંમતનગરમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. કાંકણોલ અને બેરણાં પંથકમાં તેમજ  કૃષ્ણધામ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 25T163140.463 ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE

આ સાથેજ વડોદરામાં  પણ અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતાં ગરમીથી રાહત મળી  હતી.બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ થયા હતા.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 25T163010.702 ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે તાપીમા ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઇ હતી,સોનગઢ વ્યારા કુકરમુંડામાં પણ મેઘમહેરથી  ગરમીમાંથી  લોકોને રાહત મળી છે. વરસાદ થતાજ  ખેડૂતોમાં ખુશીની લહેર ચવાઈ ગઈ છે,ત્યારે  જિલ્લામાં સર્વત્ર વરસાદની  ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 25T170644.100 ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE

બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં  બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યાર બાદ પાંથાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો  હતો તેમજ અસહ્ય ઉકળાય બાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક હતી તેમજ વાવણી લાયક વરસાદ પડે તેવી ખેડૂતોને આશા સેવાઈ હતી.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 25T170844.860 ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE

ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદ વાતાવરણમાં પલટા સાથે વીજળીના કડાકા ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ જિલ્લામાં અચાનક જોરદાર વરસાદ વરસાદથી લોકોને ગરમીથી મળી રાહત 3 દિવસથી વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી ચવાઈ હતી.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 25T171234.668 ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE

બનાસકાંઠામાં શક્તિ પીઠ અંબાજી ખાતે વરસાદ વરસ્યો હતો. અંબાજીમા મેઘ રાજાનું  રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું, બપોર બાદ વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા  ભારે પવન સાથે શક્તિ પીઠ ખાતે વરસાદ  વરસ્યો હતો. ગરમીના ઉકળાટ બાદ સ્થાનિકોને રાહત મળી હતી. અંબાજીના મુખ્ય બજારના માર્ગોમા  પાણી ભરાયા હતા.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 25T171425.707 ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE

છોટાઉદેપુરમાં નસવાડીના ડુંગર વિસ્તારમા ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી મેણ નદીમા પાણી આવ્યું હતું. વરસાદને કારણે  દુગ્ધા ગામના પુલ ઉપર એક ફૂટ પાણી ભરાઈ ગયા હતા , જેના કારણે  વાહન ચાલકો જીવના જોખમે અવર જવર કરવા મજબુર બન્યા હતા. વિફ હોલ ખુલ્લા કરવામાં ન આવતા પરિસ્થિતિ સર્જાઈ હતી.

વરસાદી માહોલ  સર્જાતા લોકોએ  રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે  બનાસકાંઠા કાંકરેજ તાલુકામાં  વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.કાળાડિબાંગ વાદળો અને પવન સાથે વરસાદ વરસતા અસહ્ય ગરમી બાદ લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો જેની સાથેજ ધીરે ધીરે અમીછાંટણાની શરૂઆત થઈ હતી.

ગીર સોમનાથના તાલાલા ગીરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, ત્રણ દિવસ બાદ ફરી વાતાવરણમાં પલટોઆવ્યો હતો ત્યારે  જિલ્લાના અનેક ગામોમાં પણ વરસાદ પડ્યો હતો.ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી. જેના કારણે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

પાટણના સિધ્ધપુર સહિત તાલુકામાં ઘણી જગ્યા પર વરસાદ પડ્યો હતો , બપોર બાદ એકાએક સાંજે વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીમાં મળી રાહત મળી હતી જેના કારણે  લોકોએ વરસાદમાં નહાવાની મજા માણી હતી.

બનાસકાંઠાના દિયોદરમાં ધોધમાર વરસાદ શહેરના રોડ રસ્તા પાણી પાણી થયા હતા. ભારે ઉકળાટ બાદ વરસાદ  થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા, તાલુકા પંચાયત કવાટરમાં પાણી ભરાયાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોમા ભય સર્જાયા હતા.

ગીર સોમનાથ જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તાલાલા,વેરાવળ,માથાસુલીયા નદી નાળા છલકાયામાં વરસાદ માથાસુલિયા ગામનો વોકળા વહેતો થયો.

જૂનાગઢમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.ધોધમાર વરસાદ શરૂ થતા રસ્તાઓ ઉપર ફરી વળ્યા હતા. પાણી ગિરનારને આલિંગન કરતા વાદળો જોવા મળ્યા હતા  વાવણી થતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ

આ પણ વાંચો: ગીર સોમનાથ- જૂનાગઢમાં વરસાદે ધડબડાટી બોલાવી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી